Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રાજકોટની સગીરાના અપહરણ-દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીનો છૂટકારો

રાજકોટ, તા.૨૦: ગામ મંડોરણા તા.તાલાળા જીલ્લો ગીર સોમનાથ મુકામે રહેતા અશોક જેરામભાઇ પાનસુરા સામે એક બહેને પોતાની સગીર પુત્રી ઉ.વ.૧૭ ને લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી લઇ જવા અંગેની ફરિયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં તા.૧૮/૩/૧૭ના રોજ નોંધાવેલ અને ત્યારબાદ બદકામ કરવા અંગેની અને પોકસોની કલમનો ઉમેરો કરવામાં આવેલો જે અંગેનો કેસ રાજકોટના એડી.સેસ.કોર્ટમાં ચાલી જતાં કોર્ટે અશોકભાઇ જેરામભાઇ પાનસુરાને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે.

આ બનાવની હકીકત એવી છે કે, અમરનગર શેરી નં.૧ બાપાસીતારામ ચોક રાજકોટ મુકામે રહેતા એક મહિલાએ તા.૧૮/૩/૧૭ના રોજ રાજકોટ શહેર માલવીયા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ મુજબની ફરિયાદ નોંધાવેલ અને કોઇ અજાણ્યો માણસ પોતાની સગીર પુત્રીને તા.૧૬/૩/૧૭ ના રોજ ઘરકામ કરવા ગયેલ હોય ત્યાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવેલ ત્યારબાદ તપાસના કામે આ કામમાં આઇ.પી.સી.કલમ ૩૭૬ તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ની કલમ-૬ ની કલમનો ઉમેરો કરવામાં આવેલો.

સદરહું કેસ અંગેનું ચાર્જશીટ એડી.સેસ.કોર્ટમાં આરોપી અશોક જેરામભાઇ પાનસરા સામે મુકાય ગયેલ અને ત્યારબાદ આ કામમાં ફરિયાદી તથા ભોગ બનનાર તથા અન્ય સાહેદોના પુરાવા લેવામાં આવેલ ત્યારબાદ આ કામમાં ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષે કરવામાં આવેલ રજુઆતો સાંભળી રાજકોટના એડી.સેસ.જજ કોર્ટે આરોપી અશોક જેરામભાઇ પાનસુરાને નિર્દોષ ઠરાવી છોડી મુકાવાનો હુકમ ફરમાવેલ છ.

આ કામમાં આરોપી અશોક જેરામભાઇ પાનસરા તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અમિત એસ. ભગત, કાંતીભાઇ ગીનોયા, આનંદકુમાર ડી. સદાવ્રતિ તથા ધર્મેન્દ્ર ડી.બરવાડીયા રોકાયેલા હતા.(૨૩.૧૧)

 

(4:17 pm IST)