Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કાલે નિરાલી રીર્સોટમાં નિઃશુલ્ક યોગ શિબિર

યોગાચાર્ય દિનેશભાઇ પટેલ શરીર અને મનને નિરોગી, સ્વસ્થ કેમ રાખવુ તે અંગે માર્ગદર્શન આપશેઃ પછાત બાળકો, દિવ્યાંગોને વધુ મહત્વ અપાશે

રાજકોટઃ તા.૨૦, પર્યાવરણની જાગૃતિ અને યુવાનોમાં સાહસીકતા ખીલે તે માટે કામ કરતી સંસ્થા ઓરીયન એડેવેન્ચર એન્ડ એન્વાયરમેન્ટ એજયુકેશન દ્વારા વિશ્વ યોગ દિવસે કાલાવડ રોડ પર આવેલા નિરાલી રીસોર્ટસમાં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું સવારે ૬ થી ૯ દરમિયાન યોજાનારા આ શિબિરમાં યોગાચાર્ય દિનેશભાઇ પટેલ શરીર અને મનને નિરોગી અને સ્વચ્થ કેમ રાખવા અંગે તે માર્ગદર્શન આપશે. મુખ્ય મહેમાન તરીકે ગીરીરાજ હોસ્પીટલ ડો. મયંક ઠ્કકર હાજર રહેશે.

 તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુકથ રાષ્ટ્સંઘની ૬૯મી સામાન્ય સભાને સંબોધીત કરતી વખતે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિંનતી કરી. જેને દુનિયાભરે સ્વીકારી લીધી હતી. ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ૧૯૩ સદસ્યોવાળી સંયુકત રાષ્ટ્ર સામાન્યસભાએ આ દરખાસ્તને સર્વસંમતિ દ્વારા ૧૭૭ અપુર્વ સહપ્રાયોજક  દેશો સાથે મંજુર કરી ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા ઠરાવ કર્યો. તેના ઠરાવમાં સભાએ સ્વીકાર્યું કે યોગ આરોગ્ય અને સુખાકારી માટે એક સંકલિત અભિગમ પુરો પાડે છે તથા વિશ્વવસતીના આરોગ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસના લાભો વિશેની જાણકારીના વિશાળ પ્રસરણની જરૂર છે. યોગ જીવનના તમામ પાસાઓમાં સંવાદીતા લાવે છે માટે જ રોગ નિવારણ, આરોગ્યવર્ધન માટે જીવનશૈલી સંબધિત વિકૃતિઓમાં મદદરૂપ થાય છે

 આવતીકાલે નિરાલી રિસોર્ટમાં યોજાયેલ નિઃશુલ્ક યોગ શિબિરમાં પછાતવર્ગના બાળકો તેમજ દિવ્યાંગોને વધુ મહત્વ આપવામાં આવશે. તેમ જણાવાયું હતું.  તસ્વીરમાં અશ્વિનભાઇ ગોસાઇ (મો.૯૮૨૪૨૨૧૦૦૦), ધ્રુવભાઇ પાંજરોલીયા (મો.૭૦૧૬૫૭૬૨૬૩), દિનેશભાઇ એલ યોગાચાર્ય (મો.૮૪૮૭૮૨૨૮૩૫)  નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

 

(3:54 pm IST)