Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

આર્ટ ઓફ લીવીંગના સાધકો કાલે રેસકોર્ષ મેદાન અને પારડી રોડ ખાતે યોગ કરશે

રાજકોટ,તા.૨૦: શહેરમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજકોટ મહાનગરપાલિકા તથા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સંયુકત ઉપક્રમે રેસકોર્સ ગ્રાઉન્ડ ફનવર્લ્ડની બાજુમા તથા પારડી રોડ પરના આરએમસી કોમ્પલેક્ષ સહિત અન્ય સ્થળો પર સવારે ૬ થી ૭:૧૫ યોગા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ૧૫સુધી વધુ દેશોમાં આવેલા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સાધકો માટે પણ યોગ દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા શ્રીશ્રી રવિશંકરજી વિશ્વભરમાં યોગ અને ધ્યાનને સામાજીક દુનિયામા અપનાવવામા આવે તે માટે મહત્વની ભુમિકા નિભાવી રહયા છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સઘન પ્રયત્નથી વિશ્વભરમા યોગ દિવસે ૨૧મી જુને ઉજવણી કરવામા આવી રહી છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના રાજકોટના સાધકો દ્વારા પણ મહાનગરપાલિકાના સહયોગથી યોગ દિવસની ઉજવણી કરવામા આવી રહી છે. છેલ્લા ૧૫ દિવસથી વિવિધ શાળાઓ, સંસ્થાઓ તથા જાહેર સ્થળો પર વર્કશોપ તથા ફલેશ મોબ દ્વારા યુવા કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયા છે.તસ્વીરમાં નિલેશભાઈ ચંદારાણા (મો.૯૮૨૫૩ ૨૪૨૨૦), વિનોદભાઈ મજીઠીયા, ઉમેશભાઈ ઘોલાણી, અજયભાઈ મકવાણા, નિરવભાઈ કોટક રૂપાબેન કોટક અને કિરણબેન ચોટલીયા નજરે પડે છે. (તસ્વીરઃવિક્રમ ડાભી)

(3:44 pm IST)