Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

નિઃશુલ્ક રોજગાર તાલીમ કેન્દ્રનો પ્રારંભ : યુવાઓને લાભ લેવા અપીલ

રાજકોટ : અનમોલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ૨૫ વારીયા કવાર્ટસમાં (ઝુપડપટ્ટી)માં સંચાલીત હેપી સ્કુલમાં ધો. ૧ થી ૮ માં ૩૦૦ ઉપરાંત બાળકો નિઃશુલ્ક અભ્યાસની સાથે યુનિફોર્મ, ચોપડા, સ્ટેશનરી તમામ ચીજો સાથે મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. તાજેતરમાં સ્કુલ કંપાઉન્ડમાં અનમોલ ટ્રસ્ટ સંચાલીત રોટરી કલબ રાજકોટ ગ્રેટર રોજગાર તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં સિવણ,  સ્પોકન ઇંગ્લીશ, કોમ્પ્યુટર કલાસ, ઇલેકટ્રોનીકસ કામ, મોબાઇલ રીપેરીંગ, નિઃશુલ્ક ટ્રેનીંગ આપવામાં આવે છે. હાલ આ ટ્રેનીંગ સેન્ટરમાં ૧૧૦ લોકો ટ્રેનીંગ લઇ રહ્યા છે. આ કેન્દ્રમાં ઉદઘાટન કાર્યક્રમમાં રૂચી જાની (ડીસ્ટ્રીકટ ગર્વનર ૩૦૬૦ રોટરી), શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા (પ્રમુખ રાજકોટ તાલુકા પંચાયત), રઘુવીરસિંહ જાડેજા (સરપંચ ઘંટેશ્વર), સંજયભાઇ ધમસાણીયા (હોપ વેલ્ફેર એન્ડ ફાઉન્ડેશન), શ્રી અશ્વિનભાઇ લોઢીયા (પ્રમુખ રોટરી કલબ રાજકોટ ગ્રેટર), અતુલભાઇ કાલરીયા (સી.એ.ગૃપ) તથા અનમોલ સંસ્થાના પ્રમુખ જીતુભાઇ ચૌહાણ, ટ્રસ્ટી કાંતીભાઇ ભુત અને વીણાબેન તથા ઝુપડપટ્ટીના ભાઇઓ બહેનો હાજર રહેલ હતા. નિઃશુલ્ક તાલીમ કેન્દ્ર માટે શ્રી જીતુભાઇ ચૌહાણ મો. ૯૬૨૪૦ ૪૨૫૯૯ સંપર્ક કરવો. સ્થળ હેપી સ્કુલ કમ્પાઉન્ડ, રપ વારીયા કવાર્ટસ (ઝુપડપટ્ટી), ઘંટેશ્વર પાર્ક હોટલની સામે, સૈનિક સોસાયટી પાસે જામનગર રોડ, ઘંટેશ્વર પાર્ક રાજકોટ.

(3:41 pm IST)