Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

પંચાયતમાં ભાજપે મધરાત સુધી પ્રયાસો કર્યા, છતાં ભારે પછડાટ

ઓણુકી મોસમમાં બે જ ચીજ કોરી કટ,એક ખાટરિયા પોતે અને બીજો એનો વટ

રાજકોટ તા. ર૦ :.. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ કરાવવાના ભાજપના એક એડવોકેટ, એક પૂર્વ ધારાસભ્ય કક્ષાના આગેવાનોના સઘન પ્રયાસો છતાં સફળતા મળી નથી. અર્જુન ખાટરીયાએ ૩૪ સભ્યોનાસત્તાવાર ટેકા સાથે પ્રમુખપદ કબ્જે કર્યુ છે. અને કોંગ્રેસનું શાસન ટકાવી રાખ્યુ છે. ભાજપના બે સભ્યોએ ફોર્મ ભરેલ તે આજે ગેરહાજર રહેલ. કોંગીના બે બાગીઓ પણ ગેરહાજર રહ્યા હતાં. ભાજપ સામાન્ય સભામાં હાજર ન રહી શકે તેવી કરૂણ રાજકીય સ્થિતિ થઇ છે. અર્જુન ખાટરીયાની  વ્યુહ રચના સામે ભાજપની છેવટ સુધીની મહેનત પાણીમાં ગઇ છે. માત્ર બે જ સભ્યો હોવા છતાં ભાજપે સત્તાનું સપનું કેમ જોયુ ? તેવો સવાલ સ્વભાવિક રીતે, ઉઠી રહ્યો છે.

જસદણ પંથકના આગેવાન પાણીમાં બેસી જતા ભાજપના ઇરાદાનું ધોવાણ થઇ ગયુ હતું.

જાત-જાતની 'ઓફર' છતાં પૂરતુ સંખ્યા બળ ન થતા  ભાજપની અને કોંગ્રેસના અસંતુષ્ટોની હાલત જોયા જેવી થઇ છે. ભાજપના સંપર્કમાં રહેલા કેટલાક કોંગી સભ્યોએ પણ સામાન્ય સભામાં સમય વર્તી પાર્ટી લાઇન પકડી લીધી હતી. પાર્ટીને નુકશાનકારક પ્રવૃતિ કરનારા સામે શિસ્ત ભંગના પગલા લેવડાવવાની ગતિવિધી શરૂ થઇ ચૂકી છે.

(3:36 pm IST)