Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇઃ બીજે દિ' પણ મજૂરોની હડતાલ

મગફળીના ઢગલાઃ અન્ય આવકો ઓછી હોય તેના ઉપર અસર નહીં... :ગુણીદીઠ મગફળીની મજૂરી રૂ. ૬ની માંગણી એજન્ટોએ હાલ ઠૂકરાવીઃ મંત્રણા પડી ભાંગી...

રાજકોટ તા. ર૦: રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સતત બીજા દિવસે પણ મગફળીના જેટલા મજરોએ હડતાળ પાડતા હરાજી અટકી ગઇ છે અને આવક પણ બંધ થઇ ગઇ છે. મજુરોએ મજુરીના દર પ્રતિ ગુણી દીઠ (૩૦ કિલો દીઠ) રૂ. પ થી વધારીને રૂ. ૬ કરવાની માંગણી અન્વયે આ હડતાલ પાડી હતી.

આ અંગે કમિશન એજન્ટ એસોસીએશનના સુત્રોએ ઉમેર્યું કે, કયાંક મજુરી રૂ. ૬ લેખે ચૂકવાતી હતી પણ કમિશન એજન્ટો પરિપત્ર મુજબ જ મજુરી ચુકવવા બંધાયેલા છે અને પરિપત્રમાં રૂ. પ ની મજુરીનો ઉલ્લેખ છે. હડતાલના પગલે હરાજી પણ બંધ રહી હતી.

માર્કેટયાર્ડમાં અગાઉ ઘઉંની મજુરીના પ્રશ્ને લાંબો સમય હડતાલ ચાલી હતી. હવે મગફળીની મજુરીમાં વધારો માંગવામાં આવી રહ્યો છે.

દરમિયાન યાર્ડના સેક્રેટરી શ્રી તેજાણીએ ''અકિલા''ને ઉમેર્યું હતું કે મજૂરી પ લેખે ચૂકવવા જ પરીપત્ર છે, આજે પણ હડતાલ ચાલુ રહી હોય, મગફળીની આવક અમે અટકાવી દીધી છે, બંધ કરવી પડી છે, અંદાજે ૧૦૦ થી ૧પ૦ મજુરો હડતાલ ઉપર ગયાનું તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવેલ કે હાલ કોઇ મંત્રણા અમારી એટલે કે મેનેજમેન્ટ સાથે થઇ નથી, બીજી બાજુ એજન્ટો અને મજૂરો વચ્ચેની મંત્રણા પડી ભાંગતા હડતાલ આજે પણ ચાલુ રહેતા, યાર્ડમાં મગફળીની ખઢગાલ થઇ ગયા છે, જયારે અન્ય આવકો ઓછી હોય તેની ઉપર હડતાલની ખાસ કોઇ અસર નથી.

(3:31 pm IST)