Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

છાત્રોને કૌશલ્યપુર્ણ બનાવશે ગ્લોબલ સ્કીલ એકેડેમી

બાળકોની સુષુપ્ત શકિતને બહાર લાવી 'આવડતવાળા' બનાવવાનું બીડુ ઝડપતા યુવા કેળવણીકાર ડો.મેહુલ રૂપાણી, એકટીંગ, ફિલ્મ, ડાન્સ, મ્યુઝીક, આર્ટ, રોબોટીકસ, બીઝનેસ, કોમોડીટી, કોમ્પ્યુટર, ફોરેન લેંગ્વેજ, માસ કોમ્યુનીકેશન સ્કીલ વીકસાવાશેઃ શહેરની ટોચની શાળાઓ અને યુનિવર્સિટીનો સહયોગ

રાજકોટ, તા., ૨૦: રાજકોટના આંગણે વિદ્યાર્થીઓની સુષુપ્ત શકિતઓને આકાર આપવા ગ્લોબલ સ્ટીલ એકેડેમીની સ્થાપના કરવામાં આવી છે. ગ્લોબલ સ્કીલ એકેડેમીના ફાઉન્ડર અને ડાયરેકટર ડો. મેહુલ શુકલાએ જણાવેલ કે ગ્લોબલ સ્કીલ એકેડેમી સ્થાપના પાછળ વિદ્યાર્થીઓને કાબીલ બનાવવાનો મુખ્ય હેતુ છે. ગ્લોબલ પેરા મીટર સાથે ગ્લોબલ એક્ષપર્ટના માર્ગદર્શનથી અને પ્રોત્સાહનથી કાબીલ બને સ્ટીલ બને. આવડતવાળા બને તેવા હેતુથી સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્કીલ ઇન્ડીયાનું સપનું જોયું છે. મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી સ્કીલ ઇન્ડીયા અંતર્ગત સ્કીલ ગુજરાત માટે કાર્ય રત છે. સ્કીલ ફુલ રાજકોટ બનાવવા ૧ર સ્કીલ લઇને કાર્યરત થયા છે.

ડો. મેહુલ રૂપાણીએ વધુમાં જણાવેલ કે, એકટીંગ સ્કીલ, ફિલ્મ મેકીંગ સ્કીલ, ડાન્સ સ્કીલ, મ્યુઝીક સ્કીલ, આર્ટ સ્કીલ, રોબેટીક સ્કીલ, ઇન્ટરપ્રેનીયર સ્કીલ, કોમોડીટી એન્ડ સ્ટોક એક્ષચેન્જ સ્કીલ, કોપ્યુટર સ્કીલ, ઓરેન્જ સ્કીલ, માસ કોમ્પ્યુનીકેશન સ્કીલને ડેવલોપ કરવા મુંબઇ, અમદાવાદ અને રાજકોટના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ગ્લોબલ સ્કીલ એકેડમી કાબીલ રાજકોટ સ્થાન સાકાર કરવા આવી રહયું છે. આજે ભારતમાં દરેક વ્યકિત ભણે છે, ડીગ્રી હાંસલ  કરે છે.

આજે ઘટ વધી રહી છે. એને પુરવા સ્કીલ રૂપી આવડત વધારવા, પ્રોફેશનલ લાઇફ સાથે પીસ ફુલ લાઇફ પામવા ગ્લોબલ સ્કીલ એકેડેમી પ્રથમ તબક્કામાં ૧ર સ્કીલ રૂપી બાસ્કેટ લઇને આવી રહયું છે. ગ્લોબલ સ્કીલ એકેડેમી અંતર્ગત શીખવવામાં આવનાર છે. આ ૧ર સ્કીલ શીખવવા માટે ભારતના પ્રોફેશ્નલ ખ્યાતનામ લોકો અને સંસ્થાઓ રાજકોટના આંગણે રાજકોટના આંગણે, રાજકોટના લોકોને કાબીલ બનાવવા માટે આવનાર છે.

તમામ ૧ર સ્કીલ રાજકોટની ખ્યાતનામ સ્કુલો, યુનિવર્સિટી તથા કોલેજોમાં ભણાવવામાં આવશે. રાજકોટની ખ્યાતનામ   સ્કુલો એસ.એન.કણસાગરા સ્કુલ, આર.કે.સી.સ્કુલ, ધોળકીયા સ્કુલ, મોદી સ્કુલ તથા જીનીયસ સ્કુલ અને ગ્લોબલ ઇન્ડીયન સ્કુલમાં એકટીંગ ફિલ્મ મેકીંગ, ડાન્સ મ્યુઝીક આર્ટ અને સેબોટીકસ સ્કીલ શીખવવામાં આવશે.  મારવાડી યુનિવર્સિટી આર.કે.યુનિવર્સિટી તથા આત્મીય યુનિવર્સિટીમાં બિઝનેસ સ્કુલ, એન્ટરપ્રેનીયર સ્કુલ, કોમોડીટી એન્ડ સ્ટોક એકસચેન્જ તથા કોમપ્યુટર સ્કીલ શીખવવામાં આવશે.

 શ્રી એચ.એન.શુકલ કોલેજ, વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ તથા ગાર્ડી વિદ્યાપીઠમાં ફોરેન લેગ્વેજ સ્કીલ તથા માસ કોમ્યુનીકેશન શીખવવામાં આવશે.

ગ્લોબલ સ્કીલ એકેડેમી અંતર્ગત સમાવેશ થયેલ ૧ર સ્કીલ માટે ભારતની ખ્યાતનામ તથા સ્કીલ કુલ ઇન્સ્ટીટયુટ જેવી કે ધર્મેશ ડી ડાન્સ એકેડેમી, પુના અને મુંબઇના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એફટીઆઇઆઇના એકસપોર્ટ ટીચર્સ તથા એકટર્સ, રોબોટીકસ માટે સ્ટેમ્પ બડી ઇન્સ્ટીટયુટ અમદાવાદ, આર્ટ સ્કીલ માટે સ્કાય બ્લુ અમદાવાદ, બિઝનેસ અને એન્ટરપ્રેનીયર સ્કુલ માટે ઇડીઆઇ તથા સીઆઇઆઇઇ દ્વારા  સુચીત ગુજરાતના ખ્યાતનામ પ્રોફેશ્નલ કોમોડીટી તથા સ્ટોક એકસચેન્જ માટે મારવાડી ફાયનાન્સ, નોલેજ પાર્ટનર તથા ઇકો પાર્ટનર તરીકે સપોર્ટ કરનાર છે. માસ કોમ્યુનીકેશન સ્કીલ અંતર્ગત ગુજરાતના ખ્યાતનામ પ્રિન્ટ મીડીયા તથા ઇલેકટ્રોનીકસ મીડીયાના એકસપર્ટ તથા તમામ રેડીયો ચેનલ, ઇકો સીસ્ટમ પાર્ટનર  તરીકે સપોર્ટ કરનાર છે. એકરીંગ જે યુવાનોએ એકટીંગ અને ડ્રામા ક્ષેત્રે પોતાનું કેરીયર બનાવવું છે તેમના માટે પ્રોપર સીસ્ટેમેટીક સિલેબસ સાથેે બોલીવુડના અને બોલીવુડની એકટીંગ સ્કુલના એકસપર્ટ એકટીંગ ટીચર્સ આવશે. મુંબઇની એકટીંગ સ્કુલમાં જે રીતની સરળ અને સીસ્ટમથી એકટીંગ ભણાવવામાં આવે છે. તે જ રીતે રાજકોટમાં એકટીંગ શીખવવામાં આવશે.

ફિલ્મ મેકીંગઃ- નાની વિડીયો ફિલ્મ અને ડીજીટલ ફિલ્મ બનાવવી એ દરેક બિઝનેશમાં જરૂરી છે. વ્યવસાય તરીકે અપનાવવામાં પણ અત્યારે ૨૧મી સદીમાં ખૂબ સારી તક છે. આ હેતુ સાથે ફિલ્મ મેકીંગ સ્કુલમાં અમે મુંબઇ, પુનાની ફિલમ મેકીંગ સ્કૂલના એકસપર્ટ તથા ફિલ્મ ક્ષેત્રે ખ્યાતનામ ટેકનીકલ એકસપર્ટને રાજકોટ લઇ આવીએ છીએ. તેઓ પ્રોપર સીસ્ટેમેટીક સિલેબસ સાથે ફિલ્મ મેકીંગના દરેક પરિબળો જેમ કે સ્ક્રીપ્ટ, એડીટીંગ, સિનેમોગ્રાફી, ડાયરેકશન વગેરે શીખવશે.

ડાન્સઃ- ડાન્સ એ શીખવું  જરૂરી છે જે લોકો ને ડાન્સમાં નિપુણ થવું છે અથવા આગળ કેરીયર બનાવવું છે તેમના માટે અમો બોલીવુડના સિતારા સર ધર્મેશ-ડી ટીમને અહીં લાવ્યા છીએ. તેઓ અલગ-અલગ પ્રકારના ઇન્ડીયન તથા વેસ્ટર્ન ડાન્સ શીખવશે બોલીવુડના એકસપર્ટ કોરીયોગ્રાફરની ટ્રેઇનીંંગનો ખૂબ લાભ મળશે.

મ્યુઝીકઃ- સંગીત શીખવું અને એમાં નિપુણ થવું એ લાંબી પ્રક્રિયા છે પરંતુ જે વ્યકિતને ઓછા સમયમાં પોતાના વ્યકિતગત પુષ્ટિ માટે સંગીતના વાજિંત્ર વગાડતા શીખવું છે તેમના માટે અમો ત્રણ મહિનાના મ્યુઝીક કલાસીસ લઇ આવ્યા છીએ. આ કલાસ દ્વારા વ્યકિત ગિટાર કે કી-બોર્ડ ઉપર સંગીતની ધુનો વગાડતા શીખી જશે.

આર્ટ એન્ડ ક્રિએટીવીટીઃ- દુનિયામાં અલગ-અલગ કલાઓ સતત વિકસતી જાય છે અને નવી-નવી કલાઓ  બાળકોને શીખવા મળે તે માટે અમો ભારતની અગ્રણી આર્ટ એન્ડ ડીઝાઇન સ્કૂલને રાજકોટ લાવી રહયા છીએ. આ ક્રીએટીવીટી કલાસમાં origami,2D nural જેવી કલા ઉપરાંત હસ્તકલાનો ઉપયોગ કરી સામાન્ય ચીજ વસ્તુઓમાંથી આકર્ષક કલાકૃતિઓ બનાવવી એ આ આર્ટ કલાસ દ્વારા બાળકોને શીખવશું

રોબોટીકસઃ- વિજ્ઞાન એટલું વિકસીત થયું છે કે, હવે ઘર ઘરમાં ઓટોમેશન અને રોબોટનો ઉપયોગ થઇ રહયો છે. બાળકને રોબોટીકસનાં અને autominsation ના concepts શીખવવાથી તેમનું પણ દિમાગ ઇનોવેશન કરવા માટે તેજ થશે અને ભવિષ્યમાં તે પણ રોબોટીકસ ક્ષેત્રે નવી શોધ કરી સફળ થવા સક્ષમ થશે.

બિઝનેશ સ્કૂલઃ-  જે લોકો વ્યવસાય કે વ્યાપાર સાથે જોડાયેલા છે તેમને પોતાના અને પોતાની કંપનીના વિકાસ માટે આગળ શું કરવું તેનું માર્ગદર્શન આપવા  EDI નાં એકસપર્ટ પ્રોફેસરો રાજકોટ આવશે. ગાઇડન્સ અને ટીપ્સ ઉપરથી આપણા રાજકોટના બિઝનેશમેન પોતાનાં ધંધાને વિકસાવી શકશે.

એન્ટરપ્રેન્યોર સ્કૂલઃ- જે વ્યકિતઓએ નવો બિઝનેશ ચાલુ કરવો છે અથવા સ્ટાર્ટઅપ કરવું છે તેમને આ માટે અમદાવાદ IIM ના CIIE  વિભાગના એકસપર્ટ આવશે અને વિદ્યાર્થીઓને ધંધાના નિયમો, બજાર વિશે જ્ઞાન, સરકારી માપદંડ તથા અર્થશાસ્ત્ર માટે વિશેષ સમજાવશે તેમજ નવા સ્ટાર્ટઅપ કરવાવાળા માટે ખૂબ લાભદાયક થશે.

કોમોડીટી એન્ડ એકસચેન્જઃ- શેર બજાર તથા કોમોડીટી માર્કેટના નિયમો અને પ્રિન્સીપલ્સને જાણીને જો ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો તેમાં સફળ થવાની શકયતા ખૂબ વધારે હોય છે. દેશનાં અર્થતંત્રમાં સાથે જોડાયેલા આ ક્ષેત્ર સાથે વ્યવસાયિક રીતે જોડાયને આજની નવયુવા પેઢી પોતાનું કેરીયર બનાવી શકે તે માટે આ ખાસ એકેડમીનું આયોજન કરેલ છે.

કોમ્પ્યુટર સ્કીલઃ- સમગ્ર વિશ્વ અત્યારે સોફટવેર ઉપર ચાલી રહયું છે. કોમ્પ્યુટર અને સ્માર્ટફોનની એપ્લીકેશન બનાવવા, વેબ સાઇટ બનાવવી, સોફટવેર ડેવલપ વગેરે વિશેની આવડત આજની નવયુવા પેઢીને આપવા માટે અમે આયોજન કર્યુ છે.

ફોરેન લેંગ્વેંજ સ્કૂલ :-  વિદેશોમાં વ્યાપાર માટે ફકત ઇંગ્લીશથી ચાલે એમ નથી ચાઇના, જાપાન, જર્મની અને યુરોપના ઘણા દેશો સાથે જો એમની જ માતૃભાષામાં વ્યવહાર કરતા શીખીએ તો આપણો વેપાર-ધંધો ખૂબ જ પ્રગતિ લાવી શકે. રાજકોટમાં ઓટોમોબાલઇ એન્જીનીયરીંગના પાર્ટસ અને બીજી ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં જર્મન ભાષા આવડવાથી ઘણો ફાયદો થઇ શકે. આગલા પાંચ વર્ષમાં બુલેટ ટ્રેન તથા ઘણા પ્રોજેકટ ગુજરાતમાં જાપાનીસ કંપની નાખવાની છે. જાપાનીસ ભાષા જાણતા લોકો માટે આ વ્યવસાયમાં ખૂબ જ ફાયદો થશે. ચાઇના સાથે આખુ વિશ્વ વેપાર કરે છે તો ચાઇનીસ ભાષા શીખીને આપણા વેપારીઓ પોતાના ધંધામાં પ્રગતિ કરી શકે છે. તેવી જ રીતે ઇંગ્લીશ ભાષાવાળા દેશો સાથે ધંધો કરવામાં ઇંગ્લીશનો યોગ્ય ઉપયોગ પણ શીખવવામાં આવશે.

માસ કોમ્યુનીકેશનઃ- સોશ્યલ મિડીયા અને પરંપરાગત મિડીયા દ્વારા લોકો સુધી પહોંચવું તે દરેક ધંધા માટે જરૂરી છે. આ મિડીયાક્ષેત્રમાં પ્રોફેશનલ તરીકે વ્યવસાય કેળવવો એની પણ ખૂબ સારી તક છે. આ બધી સ્કીલ અમે માસ કોમ્યુનીકેશનમાં શીખવાડશું.

- આ મુજબ ''ગ્લોબલ સ્કીલ એકેડમી'' દ્વારા રાજકોટવાસી તથા રાજકોટમાં ભણતા વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય કરવા જે જે પ્રેકટીકલ સ્કીલ અને આપણી કેળવણી જરૂરી છે તે  માટે આ ઉત્તમ તક છે.

ગ્લોબલ સ્કીલ એકેડેમીના શ્રી રમણભાઇ વોરા, શ્રીમતી સગુન વણજારા, ડાયરેકટર તરીકે સેવા આપે છે. ત્યારે સહયોગી તરીકે કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, અભિજીત દાસ, કિરણભાઇ પટેલ, શ્રી (રશ્મીકાંતભાઇ મોદી, ડી.વી. મહેતા, કેતનભાઇ મારવાડી, શિવલાલભાઇ રામાણી, નેહલ શુકલ અને જયેશ દેશકર સેવા આપશે. (૪.૯)

(3:27 pm IST)