Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

બાલાજી હોલ પાસેના કવાર્ટરમાંથી દિપક અડધા લાખના દારૂ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. પુષ્પરાજસિંહ પરમાર અને કોન્સ. યુવરાજસિંહ ઝાલાની બાતમી પરથી કોળી શખ્સને દબોચી લેવાયોઃ મોબાઇલને આધારે વિશેષ તપાસ

રાજકોટઃ મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલા આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૩ કવાર્ટર નં. ૧૪૧૩માં રહેતાં દિપક મનજીભાઇ મકવાણા (ઉ.૨૧) નામના કોળી શખ્સે પોતાના ઘરમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. પુષ્પરાજસિંહ પરમાર અને કોન્સ. યુવરાજસિંહ ઝાલાને મળતાં દરોડો પાડવામાં આવતા રૂ. ૪૯૫૦૦નો ૧૩૨ બોટલ દારૂ મળતાં કબ્જે લઇ આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી. એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીના અને એસીપી ક્રાઇમની સુચના તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીેએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પુષ્પરાજસિંહ પરમાર, ભરતભાઇ વનાણી, યોગેન્દ્રસિંહ જાડેજા, હરેશગીરી ગોસાઇ, કોન્સ. યુવરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પ્રોહીબીશન અને જુગારની ડ્રાઇવ સંદર્ભે પેટ્રોલીંગમાં હતો ત્યારે આ કામગીરી થઇ હતી. દારૂના સપ્લાયર અંગે પોલીસે પકડાયેલા શખ્સના મોબાઇલ નંબરોને આધારે તપાસ શરૂ કરી છે. આ શખ્સ કડીયા કામની મજૂરી કરે છે. વધુ પૈસા કમાવવાની લાલચમાં દારૂ વેંચવા લાવ્યાનું રટણ કરે છે. સપ્લાયરને શોધવા તજવીજ થઇ રહી છે. (૧૪.૯)

(3:24 pm IST)