Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

લોહાણા મહિલા દિપ્તીબેન વિઠ્ઠલાણીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૦: રેસકોર્ષ રીંગ રોડ પર ક્રિસ્ટલ બિલ્ડીંગમાં રહેતાં દિપ્તીબેન પ્રદિપભાઇ વિઠ્ઠલાણી (ઉ.૫૪) નામના લોહાણા મહિલા સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનારના પતિને અમરેલીમાં પેટ્રોલ પંપ છે. સંતાનમાં બે દિકરા છે. દિપ્તીબેનને હાર્ટ, કિડની, બ્લડપ્રેશર સહિતની બિમારી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. એ-ડિવીઝનના પીએસઆઇ કે. એ. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:52 pm IST)