Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ફેઇસ યોગા વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરે છે : બ્લડ સરકયુલેશન વધારે

ચહેરાની ૩૨ પ્રકારની કસરતો : ખીલ, ડાર્ક સર્કલ, કરચલીઓ દેખાવી, જડબાના હાડકા મજબૂત બને

આજકાલ લોકોની લાઇફ ખૂબ જ ભાગદોડવાળી અને તનાવગ્રસ્ત થઇ ગઇ છે. કલાકો સુધી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલમાં કામ કરવાથી અને પુરતી નીંદર ન થવાથી, રાત ઉજાગરાના કારણે આંખોની આજુબાજુ કાળા ધબ્બા - ડાર્ક સર્કલ્સ થઇ જાય છે. ચહેરો નિસ્તેજ અને મુરજાયેલો લાગે છે.

ચહેરો આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ છે. જે કોઇ વ્યકિત આપણને મળે એની દ્રષ્ટિ સૌપ્રથમ આપણા ચહેરા પર જ પડે છે અને First Impression is Last Impression માટે દરેક વ્યકિત હંમેશા તેના ચહેરાની ખુબસુરતી ટકાવી રાખવા માટે અનેક પ્રયત્નો કરે છે. તેના માટે સલુનમાં બ્યુટી પ્રોડકટસમાં કે કોઇપણ જાતની મોંઘી ટ્રીટમેન્ટમાં પૈસા વાપરે છે અને પોતાના ચહેરાની ખુબસુરતી જાળવવાનો પુરતો પ્રયાસ કરે છે.

આપણા ચહેરા પર બાવન જાતના અલગ અલગ મસલ્સ હોય છે. ઉંમરની સાથે સાથે અને સામાજીક જવાબદારીઓએ આપણને આ મસલ્સનો ઉપયોગ કરવાનુ બંધ કરાવી દીધુ છે. નાના બાળકની માફક નથી તો મોં બગાડી શકતા, નથી પુરતું રહી શકતા કે નથી ખળખળાટ હસી શકતા, ચહેરો પુરા દિવસ કામના ટેન્શનને લઇને કે આપણા સ્વભાવને કારણે સ્ટ્રેસમાં રહે છે, ખેંચાયેલ રહે છે. આપણા ચહેરાના દરેક મસલ્સનો રેગ્યુલર ઉપયોગ ન થવાને કારણે ત્યાં ચરબી જમા થાય છે. ચહેરા પર કરચલીઓ પડવા માંડે છે.

વધતી ઉંમરએ એક સામાન્ય પ્રક્રિયા છે, તેને રોકી શકાતી નથી, પરંતુ જો તેના વિશે થોડી કાળજી લઇએ. થોડા યોગ, પ્રાણાયામ, આસનનો અભ્યાસ કરીએ અને થોડી ખાનપાનમાં જાળવણી રાખીએ તો ચોકકસ તેને થોડી પાછી તો ઠેલવી જ શકાય છે.

અહી યોગનો જ એક ભાગ ફેઇલ યોગા વિશે થોડું જાણીએ.

ફેઇસ યોગા શું છે ?

ફેઇસ યોગાએ ચહેરાની એવી કસરત છે કે જેમાં શ્વાસોશ્વાસની ક્રિયાની સાથે એકયુપ્રેસર તેમજ યોગની પુરક ક્રિયાઓનો અભ્યાસ થાય છે. શુ ફેઇસ યોગા ખરેખર કામ કરે છે ?

નોર્થ વેસ્ટન યુનિ. સ્કુલ ઓફ મેડીસીન અમેરિકા દ્વારા ૨૦૧૮માં કરવામાં આવેલ સર્વે સ્ટડી મુજબ દરરોજ મધ્યમવયની સ્ત્રી જો ૩૦ મીનીટ સુધી ફેઇસ યોગા કરે તો અંદાજે ૨૦ અઠવાડીયા બાદ તેના દેખાવમાં ઘણુ જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને તેના અપર લેવલ ચીકનો સારો આકાર આવે છે.

આનો સિધ્ધાંત એ છે કે ચામડીની અંદરના સ્નાયુનુ ઘડતર કરવામાં આવે તો, ચહેરો ભરાવદાર લાગે છે, ચહેરાની ચરબી ઓગળે છે.

ફેઇસ યોગા વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરે છે, ચહેરા પરના અને મન પરના તનાવને દૂર કરે છે. ફેઇસ યોગા, ગાલ, આંખ, કપાળ, દાઢી, ગળા પરની ઉંમરની સાથે આવતી કરચલીને દૂર કરે છે. વધતી જતી ઉંમરના કારણે ચહેરા પર થતા નિશાનને ઓછા કરે છે. ચહેરા પર બ્લડ સરકયુલેશનને તેજ કરે છે.

ફેઇસ યોગાના અલગ અલગ પોઝ હોય છે, જેમ કે... બલુન પોઝ, ફીશ પોઝ, લાયન પોઝ, હનુમાન પોઝ, બુધ્ધા પોઝ આ સિવાય આંખની, કપાળની ગળાની તથા ચહેરાની જૂદી જૂદી ૩૨ પ્રકારની કસરતો ફેઇસ યોગામાં છે. આ બધા જ પોઝ બ્રિધીંગની સાથે સાથે થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા કરવામાં આવે તો જ આ યોગ તેનો પુરતો ફાયદો આપે છે.

યુની.ના સ્ટડી દરમિયાન પાટીશીપેટર્સને ૩૨ પ્રકારના ફેઇસ એકસરસાઇઝ શીખી અને તેમનો પ્રયોગ ડેઇલી કરેલ છે. ૨૦ અઠવાડીયા બાદ આ પ્રયોગ પછી દરેક પાર્ટીશીપેન્ટસ પોતાનો ઉંમર કરતા ત્રણ ગણા નાના દેખાતા હતા.

ડોે.મુરાદ આલમએ કહેલ છે કે, હવે આપણી પાસે પુરતા પુરાવા છે કે ફેઇસીયલ એકસરસાઇઝથી ફેસીયલ એપીરીયન્સ સુધરે છે અને દેખાતા વૃધ્ધત્વના ચિન્હો ઘટે છે. આ એકસરસાઇઝ કરવાથી ફેઇસ મસલ્સ મજબુત થાય છે. જેથી આપણો ચહેરો વધારે સારા આકારમાં આવે છે અને જુવાન દેખાય છે.

ડચેસ ઓફ સુસેકસ મેગન માર્કલ કહે છે કે, હું આટલી જુવાન દેખાવ છુ તેનુ કારણ ફેઇસ યોગા છે. મેગન માર્કલ ૩૬ વર્ષની છે અને એ અવારનવાર પોતાની હેલ્થ, ફીટનેશ અને બ્યુટી માટેનો જુસ્સો દેખાડે છે. ત્યારે તેના ચહેરાની વાત આવે ત્યારે મેગન સ્પષ્ટપણે જેનેટીકલી બ્લેસ્ડ છે. પણ તે તેના ચીકબોન્સ અને ઝો લાઇન મેઇન્ટેઇન કરવા માટે ફેઇસ એકસરસાઇઝનો ઉપયોગ કરે છે.

મેગને બ્રિચ બોકસને ૨૦૧૪માં જણાવેલ કે, હુ રેગ્યુલર ફેશીયલ એકસરસાઇઝ કરૂ છુ, અને તેમા પ્રિય સોૈદર્યશાસ્ત્રી નીકોલાઝોશને ફોલો કરૂ છુ, ભલે તે સાંભળવામાં હાસ્યાસ્પદ લાગે, પરંતુ જે દિવસે હું ફેઇસ યોગા કરૂ છુ, તે દિવસોમાં મારા ચિકબોન્સ અને ઝો લાઇન વધારે સારો આકારમાં હોય તેવુ લાગે છે.

એક સુંદર, આકર્ષક અને પ્રસન્ન ચહેરો દરેકને ગમે છે. કેમ કે ચહેરો વ્યકિતની ઓળખ છે.

ફેઇસ યોગાના નિયમીત અભ્યાસથી ચહેરા પર બ્લડ સરકયુલેશન સારૂ થાય છે. આ કારણે ખીલ, કાળા ધબ્બા, ડાર્ક સર્કલ, ચહેરા પર ચરબી જમા થવી, ઉંમર પહેલા ચહેરા પર કરચલીઓ દેખાવી, ડબલ ચીન જેવી સમસ્યા દૂર થાય છે. જડબાના હાડકા મજબૂત બને છે. ચહેરાની માંસપેશીમાં કસાવ આવે છે.

આ યોૈગીક એકસરસાઇઝ એકદમ સરળ અને સામાન્ય છે. કોઇપણ વ્યકિત દિવસમાં કયારેય પણ કરી છે. પોતાનું કામ કરતા કરતા પણ આ ક્રિયાઓ થઇ શકે છે.

આ સાથે થોડુ મેડીટેશન,પ્રાણાયામમાં કપાલભાતી, અનુલોમ - વિલોમ તથા ભ્રામરી પ્રાણાયામ પણ એજીંગ પ્રોસેસને ધીમી કરે છે. પ્રાણાયામ અને મેડીટેશનથી મન પ્રસન્ન રહે છે અને જો મન પ્રસન્ન હશે અને ચહેરા પર થોડું સ્માઇલ હશે તો એ ચહેરો મોહક બનશે.

અલ્પા વિકાસ શેઠ (યોગ નિષ્ણાંત)

મો. ૯૪૨૮૪ ૬૩૫૦૫

(11:24 am IST)