Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઇન્ડીયન એરલાઇન્સને અપાયેલ ૧ હજાર મીટર જમીન પાછી લઇ લેતા કલેકટરઃ શરતભંગ સાબીત

કરોડોની જમીન શરત ભંગ ગણી જમીન પાછી લઇ લેવાઇ

રાજકોટ તા. ૧૯ : ઇન્ડીયન એરલાઇન્સ રાજકોટને મકાન બાંધકામ-નવી અદ્યતન ઓફીસના બાંધકામ માટે વર્ષો પમેલા ખાદી ભંડાર નજીક બાર્ટન કોલેજની પાછળના ભાગે ૧ હજાર ચો.મી.જમીન અપાઇ હતી.

આ જમીન અપાયા બાદ ઇન્ડીયન એરલાઇન્સ રાજકોટ કચેરીએ બાંધકામ-ઓફીસ સહિતની કોઇ કાર્યવાહી નહી કરતા, કલેકટર તંત્ર દ્વારા નોટીસ અપાઇ હતી, અને ૩૧-૧ર-ર૦૧૬ સૂધીમાં બાંધકામ અંગે તાકિદ કરાઇ હતી.

આમ છતા ઇન્ડીયન એરલાઇન્સે કોઇ કાર્યવાહી નહી કરતા, કલેકટર શ્રી રાહુલ ગૂપ્તાએ શરત ભંગ ગણી આખરે કરોડોની કિંમતની ૧ હજાર ચો.મી. જમીન પાછી લઇ લેતો હુકમ કરી ઇન્ડીયન એરલાઇન્સને જાણ કરી દિધી છે.

(3:33 pm IST)