Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કોઠારીયા રોડ પર આરોગ્ય વિભાગનું ચેકીંગ : ૧૮ કિલો ખાદ્ય પદાર્થોનો નાશ

રાજકોટ, તા. ૧૯ :  દર બુધવારે મુખ્ય માર્ગ ચકાસણી અનુાસર આજે કોઠારીયા રોડ પર આરોગ્ય અધિકારી ડી.પી.પી. રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એન. પંચાલ તથા એફએસઓ સી.ડી. વાઘેલા તથા એચ.જી. મોલયા દ્વારા કોઠારીયા રોડ પર આવેલ ખાદ્ય ચીજનું વેચાણ કરતા વેપારીઓને ત્યા કરાઇ હતી.

આઈ મોગલ ડીલકસ પાનને નોટીસ, ગોંડલવાળાના નાયલોન ખમણમાંથી વાસી વડા - ખમણ (૪ કી. નાશ) નોટીસ, જોકર ગાઠીયામાંથી પસ્તી જપ્ત (૩ કી.) નોટીસ, જલિયાણ ધી સેન્ટરને નોટીસ, રૈયારાજ પાનને નોટીસ, ઓમ સેલ્સ એજન્સીને નોટીસ, હસમુખ પ્રોવીઝન સ્ટોરને નોટીસ, શ્રી રામ જયુસને નોટીસ વગેરે કાર્યવાહી કરાવેલ.

જેમાં  ૪૧ સ્થળોએ ચેકિ઼ગને ૬ વેપારીઓને નોટીસ અપાયેલ છે. ખુલ્લા રાખેલા વાસી મીઠાઇ ફરસાણ કુલ ૧૮ મિલોનો નાશ કરાયો હતો.

ચકાસણી દરમ્યાન ખાદ્યચીજોના વિક્રેતા પાનશોપ, ફૂડ પાર્લર, જયુસ પાર્લર, બેકરી શોપ, ફરસાણના વિક્રેતા ટી-સ્ટોલ, ડેરી ફાર્મ, જેવા તમામ ફૂડ બિઝનેશ ઓપરેટરની આરોગ્યપ્રદ  સંગ્રહ/ઉત્પાદન  તથા ફૂડ લાયસન્સ/ રજીસ્ટ્રેશન બાબતે રો-મટીરીયલની ગુણવત્ત્।ા તથા સમગ્ર પ્રીમાઈસીસની હાઈજીનીક કંડીશન બાબતે સદ્યન ચકાસણી કરેલ દરમ્યાન ફૂડ લાયસન્સ/ રજીસ્ટ્રેશન નંબર મેળવેલ હોય તેવા આસામીઓ, બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કે સંગ્રહ કરેલ હોય છાપેલ રદ્દી પસ્તીનો પેકિંગમાં ઉપયોગ, દાજયુંતેલનો ઉપયોગ, કાચાતેલને ફરસાણમાં ઉપયોગ કરે છે, તેમાં ખુલ્લા વાસી અખાદ્ય, ફૂગવાળા મીઠાઇ તથા ફરસાણની કુલ ૧૮ કિલોનો જથ્થો સ્થળ પર નાશ કરેલ છે, તેમજ જવાબદાર આસામીઓને નોટીસ અપાયાનું ડેઝીગ્નેટે ઓફિસર શ્રી પંચાલની યાદીમાં જણાવાયું છે. (૯.૧૪)

(3:36 pm IST)