Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રવિવારે ડોકોરમાં સમુહ વિવાહ મહોત્‍સવઃ ૨૭ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે

પદ્‌માબેન ચોટાઇ પરિવારના યજમાન પદે આયોજનઃ સંતો-મહંતો આશીર્વચન પાઠવશે

રાજકોટઃ વ્રજ સેવા પરિવાર સંસ્‍થા તથા પદ્માબેન હકમીચંદભાઇ ચોટાઇ પરિવાર (રાજકોટ)ના યજમાનપદે તા.૨૨ ના રવિવારે પવિત્રધામ ડાકોર(શ્રી પુનિત આશ્રમ) ખાતે સમુહ વિવાહ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમા ૨૭ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે.
‘‘બેટી બચાવો બેટી પઢાવો''ની  મુવમેન્‍ટને આગળ વધારીને બેટી પરણાવો સુધી લઇ જવાનો સંદેશ આપવા માટે આગામી તા.૨૨ને રવિવારનાં રોજ ડાકોરની પાવન ભુમિ ઉપર વ્રજ સેવા પરિવાર દ્વારા સૌ પ્રથમવાર ૨૭ પરિવારના દિકરા-દીકરીના સમુહ વિવાહ મહોત્‍સવ નું આયોજન કરાયેલ છે.કથાકાર પુજ્‍ય ગીતા સાગરજી ની પ્રેરણાથી સુ.શ્રી પદ્માબેન હકમીચંદ ચોટાઇ મુખ્‍ય યજમાન તરીકે સેવાનો લાભ લેવાના છે. તથા કન્‍યાદાન પણ આપશે. આ સમુહ વિવાહ મહોત્‍સવ માં જે દીકરી-દીકરાના લગ્નની વિધિ થવાની છે તેઓ માંથી કોઇ મા-બાપ વિહોણાં કે  કોઇ માતા વિહોણા કે કોઇ પિતા વિહોણાં  કે કોઇ ભાઇ વિહોણા પાત્રો હોવાનું પણ આગેવાનોએ જણાવ્‍યું છે.
આ પત્રકાર પરીષદમાં પદ્‌માબેન ચોટાઇ,  સુભાષભાઇ બગથરીયા, સંદિપ બગથરીયા, યોગેશ બગથરીયા, પી.સી. પારેખ, અને ભૌમીક બગથરીયા ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર : અશોક બગથરીયા)

 

(4:20 pm IST)