Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ફેસબુક-ઇન્‍સ્‍ટાગ્રામના માધ્‍યમથી રાજકોટની સગીરાને ફસાવી દુષ્‍કર્મ આચરવા અંગે મુસ્‍લીમ યુવાનની જામીન અરજી રદ

આરોપી હૈદ્રાબાદ-તેલંગણાનો વતની છેઃ જામીન અપાશે તો કેસ ચાલતા દરમ્‍યાન હાજર રહેશે નહિં

રાજકોટ તા. ર૦: ફેસબૂક, ઇન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા મારફત હૈદ્રાબાદ તેલંગણાના મુસ્‍લિમ શખ્‍સે રાજકોટની સગીરા સાથે મૈત્રી સંબંધો કેળવી રાજકોટ આવીને ફોસલાવી લગ્ન માટે લલચાવી વારંવાર શરીર સંબંધો બાંધી હૈદ્રાબાદ ખાતે ધાકધમકીથી બોલાવી લેવાના લગ્ન વિના જ શરીર સંબંધો બાંધવાના ગુનામાં પકડાયેલા આફતાબ મુખ્‍તાર શેખ (ઉ.વ. ર૩) ની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

ટુંક વિગત મુજબ, તેલંગણાના હૈદ્રાબાદ જુબલી વિસ્‍તારમાં ક્રિષ્‍ન પટનમ હોટલ પાસે રહેતા આફતાબ મુખ્‍તાર શેખ ઉંમર વર્ષ ર૩ નામના હોટેલ કર્મચારીએ ફેસબુક ઇન્‍સ્‍ટાગ્રામ મારફત રાજકોટની ૧૭ વર્ષ સાત મહિનાની સગીરા સાથે મૈત્રી સંબંધો ફેરવ્‍યા હતા અને તેણે રાજકોટ ખાતે આવી હીરાને પ્રદ્યુમન પાર્ક સહિતના સ્‍થળોએ બોલાવી લગ્ન માટે લલચાવે શારીરિક સંબંધો બાંધયા બાદ ચાલ્‍યો ગયો હતો. બાદમાં ધાકધમકી આપી તારીખ ૧૧-૪-ર૦ર૦ના રોજ હૈદરાબાદ બોલાવી ત્‍યાં પણ શરીર સંબંધો બાંધ્‍યા હતા, તે સોશિયલ મીડિયા મારફત સગીરાના પિતાને ખબર પડતા તેણે પોતાની સગીર પુત્રીને આફતાબ શેખ ફોસલાવી લગ્ન માટે લલચાવી શરીર સંબંધ બાંધતો હોવાની ફરિયાદના આધારે પોલીસે હૈદ્રાબાદ ખાતે સગીરા સાથે આફતાબ શેખને ગઇ તારીખ પ-૬-ર૦રરના રોજ ઝડપી લીધો હતો. રાજકોટ ખાતે તેની સામે શારીરિક તપાસ સહિતની કાર્યવાહી બાદ તેની સામે આઇપીસી ૩૬૩, ૩૭૬ (ર) પોકસો સહિતની ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી બાદ જેલહવાલે કર્યો હતો.

જેલમાં રહેલા મુખ્‍તાર શેખે રેગ્‍યુલર જામીન પર છુટવા અરજી કરી હતી. જે અરજી કોર્ટમાં ચાલવા ઉપર આવતા મદદનીશ સરકારી વકીલ બિનલ રવેીશયા અને ફરીયાદીના વકીલ રાહુલ મકવાણા કોર્ટમાં હાજર થયા હતા. તેમણે જામીન અરજી નામંજુર કરવા દલીલો કરી હતી, જેમાં હૈદ્રાબાદના આ આરોપીને જામીન ઉપર છોડવામાં આવે તો તે ૧૬૦૦-૧૭૦૦ કિલોમીટર દૂરથી અદાલતમાં ટ્રાયલ વખતે એ હાજર રહેશે કે કેમ તે મોટો પ્રશ્‍ન છે આથી તેને જામીન આપવા જોઇએ નહીં. આ દલીલોથી સંમત થઇ સ્‍પેશિયલ નકશો કોર્ટના જજ કે. ડી. દવેએ આરોપીની જામીન અરજી નામંજુર કરી હતી.

આ કામે સરકાર પક્ષે એ.પી.પી. બિનલબેન રવેશીયા ત્‍થા મુળ ફરીયાદી વતી એડવોકેટ રાહુલ મકવાણા રોકાયા હતા.

બિનલબેન રવેશીયા

સરકારી વકીલ

(4:16 pm IST)