Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ઘરેલુ હિંસાના કેસમાં પત્‍નિ અને સગીર પુત્રને ભરણ પોષણ-મકાન ભાડુ ચુકવવાનો આદેશ

રાજકોટ,તા. ૨૦: ઘરેલુ હિંસાના કેસની અરજીમાં પતિએ પત્‍ની તથા સગીર પુત્રને માસિક રૂા. ૫૦૦૦ તથા મકાન ભાડાના રૂા. ૨૦૦૦ તથા માનસિક યાતનાના વળતર પેટે રૂા. ૧૦,૦૦૦ ચુકવવાનો હુકમ કોર્ટ કર્યો હતો.

અહિંના શ્‍યામ પાર્કના શેરી નં. ૩, મવડી પ્‍લોટમાં, રહેતી પરણિતા જાગૃતિબેનના લગ્ન ભગવતી પરા ગોંડલમાં રહેતા રાજુભાઇ હરજીભાઇ સરમાળી સાથે તા. ૧૫/૨/૨૦૧૪ના રોજ થયેલ હતા અને લગ્ન બાદ પરણિતા પોતાના સાસરે સંયુકત કુટુંબમાં રહેવા ગયેલ હતી. અને ત્‍યારબાદ પતિ-પત્‍ની વચ્‍ચે અણબનાવ થતાં પોતાના માવતરે પરત ફરેલ હતી અને તેણે પોતાના સાસરાના સભ્‍યો (૧) પતિ રાજુભાઇ હરજીભાઇ સરમાળી, (૨) સસરા હરજીભાઇ સરમાળી (૩) સાસુ પ્રભાબેન હરજીભાઇ સરમાળી (૪) જેઠાણી સોભનાબેન વિજયભાઇ સરમાળી (૫) નણંદ રેખાબેન મહેશભાઇ ડાભી સામે રાજકોટની ફોજદારી અદાલતમાં ડોમેસ્‍ટીક વાયલોન્‍સ એકટ હેઠળની ફીરયાદ તા. ૧૭/૧૦/૨૦૧૮ના રોજ પોતાના લીગલ એઇડના વકીલ શ્રી જગદીશ બી. નારીગકા મારફતે દાખલ કરેલ હતી.

આ અરજી દલીલ પર આવતા પરણિતાના વકીલે દલીલો રજૂ કરેલ અને આ તમામ દલીલોને સહમત થઇ અદાલતે પરણિતા તથા તેમના સગીર પુત્રને માસિક રૂા. ૫૦૦૦ તથા મકાન ભાડાના રૂા. ૨૦૦૦ તથા માનસિક  યાતનાના વળતર પેટે રૂા. ૧૦,૦૦૦ અરજીની દાખલ તારીખથી એટલે કે તા. ૧૭/૧૦/૨૦૧૮થી પતિએ ચડયેચડયા ચુકવવા તેવો પતિને હુકમ ફરમાવેલ હતોફ

આ કેસમાં પરણિતા જાગૃતિબેન રાજુભાઇ સરમાળી વતી તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટી રાજકોટના પેનલ એડવોકેટ જગદીશ બી.નારીગરા વકીલ તરીકે રોકાયેલ છે.

(4:12 pm IST)