Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સરગમ યોજીત સમર કલાસીસનું સમાપન

સરગમ લેડીઝ કલબ અને સરગમ કલબના ઉપક્રમે ફકત બહેનો માટે  ટોકન ચાર્જથી સમર કલાસીસ યોજવામાં આવેલ તેનો પૂર્ણાહુતિ સમારોહ યોજવામાં આવતા ભાગ લેનાર તમામ બહેનોને આકર્ષણ સર્ટીફીકેટ આપવમાં આવેલ . સાથી તમામ ટીચર્સને સર્ટિફિકેટ સાથે મોમેન્ટો પણ આપવામાં આવેલ. આ કલાસીસમાં મુખ્ય સહયોગ રાજબેંક-બાન લેબ્સ કંપનીરાધિકા જવેલર્સમહાવીર સેવા ટ્રસ્ટ જોહર કાર્ડ્સરાજકોટ કેળવણી મંડળનો મળેલ. આ તક મહેમાનો તરીકે હાજરી આપેલ મૌલેશભાઇ પટેલ, હર્ષભાઇ માલાણી, ચંદ્રકાંતભાઇ શેઠ, હરીશભાઇ લાખાણી, નવિનભાઇ ઠક્કર, યુસુફભાઇ માંકડા, અશોકભાઇ ઝીંઝુવાડીયા એ કલાસીસની મુલાકાત લીધેલ તમામ ટીચર્સનું બહુમાન સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના હસ્તે કરેલ, કલાસીસને સફળ બનાવવા નીલુબેન મહેતા, ડોે. ચંદાબેન શાહ, અલ્કાબેન કામદાર, જસુમતિબેન વસાણી, જયશ્રીબેન મહેતા ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્યાસ, અલ્કાબેન ધામેલિયા તેમજ લેડીઝ કલબના કમિટી મમ્બરે જહેમત ઉઠાવેલ. 

(4:10 pm IST)