Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

વોરંટના આધારે જેલ હવાલે થયેલ આરોપીનો જામીન પર છુટકારો

રાજકોટ તા. ર૦ : સીઆરપીસી-૮ર ના વોરન્‍ટમાં જેલહવાલે થયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો સેશન્‍સ અદાલતને ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે આ કામ અરજદાર પાર્થ ઉર્ફે પ્રિન્‍સી કિરીટભાઇ ખંભાયતા, રહે. ધારેશ્વર સોસાયટી, શેરી નં.ર, ઢેબર રોડ, રાજકોટવાળાઓ વિરૂધ્‍ધ તાલુકાના પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩રપ, ૩૮૪, ૩૮પ ૪૩૬ તથા જીપી એકટ ૧૩પ મુજબ તા.૪/૮/ર૦૧૭ ના રોજ ગુન્‍હો દાખલ થયેલ હતો. ત્‍યારબાદ ફોજદારી કેસનું ચાર્જશીટ થયેલ ત્‍યાર બાદ સદર કેસ સેશન્‍સ કેસ કમિટ થયેલ હતો.

ત્‍યાર બાદ છેલ્લા ચાર વર્ષથી આરોપી સેશન્‍સ અદાલત સમક્ષ અવાર-નવાર સમન્‍સ તથા વોરન્‍ટ કાઢવા છતાં સેશન્‍સ અદાલત દ્વારા આરોપી વિરૂધ્‍ધ સીઆપીસી કલમ ૮ર મુજબનું વોરન્‍ટ કાઢવામાં આવેલ જે કામે અરજદારને તા. ૭/૪/ર૦રર ના રોજ નામદાર સેશન્‍સ અદાલત સમક્ષ રજુ થતા તેઓને જેલ હવાલે કરવાનો હુકમ ફરમાવેલ હતો.

ત્‍યારબાદ હાલના અરજદાર આરોપી દ્વારા ફોજદારી પરચુરણ અરજી નંબરથી નામદાર સેશન્‍સ અદાલત સમક્ષ જામીન અરજી ગુજારેલ. જેમાં તેઓએ જણાવેલ કે સદર કામે તેઓને રેગ્‍યુલર જામીન ઉપર મુકત કરવા હુકમ કરેલ હતો. જે હુકમ રદ થયેલ નથી કે અરજદારના જામીન પણ રદ થયેલ નથી અરજદાર અમદાવાદ ખાતે જતા રહેલ હોય અને ત્‍યારબાદ કોરોના મહામારી જે તે સમય કોર્ટ બંધ હોય જેથી તારીખની ખબર ન હોય હાજર રહી શકેલ નહી. હાલના અરજદારે જાણી જોઇને વોરન્‍ટની બજવણી ટાળેલ નથી તેમજ હાલના સંજોગો જોતા અરજદારને જેલમાં રહેવુ પડે તેવું કોઇ પ્રથમ દર્શનીય ગૂન્‍હો નથી. તેમજ નામદાર અદાલત જે જે શરતો ફરમાવશે તેનું પાલન કરવા તૈયાર અને ખુશ છે. જ

ઉપરોકત દલીલને ધ્‍યાને લઇ સેશન્‍સ કોર્ટે આરોપી પાર્થ ઉર્ફે પ્રિન્‍સ કિરીટભાઇ ખંભાયતાને રૂા.ર૦,૦૦૦ ના સધ્‍ધર જામીન ઉપર છોડવા હુકમ કરેલ. ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાષાી અમિત એન. જનાણી, જીતેન્‍દ્રસિંહ પરમાર અને ઇકબાલ થૈયમ રોકાયેલ હતા.

(4:44 pm IST)