Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

લોધીકા સંઘના સભ્‍ય તરીકે મહેશભાઇ આસોદરીયાને કામ કરતા અટકાવે નહિ તેવો મનાઇહુકમ ફરમાવતી લવાદ કોર્ટ

ક્રિકેટ સટ્ટાકાંડની ફરિયાદમાં સંડોવાયેલ અને સભ્‍યપદેથી દૂર કરવાના મામલે રાહત મળી

ᅠરાજકોટ તા.૨૦: લોધીકા સંધમાંથી મહેશભાઇ આસોદરીયાને કામ કરતા અટકાવે નહિ તેવો મનાઇહુકમ લવાદ કોર્ટે ફરમાવેલ હતો.

હકીકત એવી છે કે, રાજકોટ તાલુકાના પાડાસણ ગામ મુકામે આવેલ શ્રી પાડાસણ જુથ સેવા સહકારી મંડળી લી.ના  વ્‍ય.કમીટી સભ્‍ય તરીકે મહેશભાઇ આસોદરીયા વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય તરીકે ફરજ બજાવી રહેલ છે. કમીટી સભ્‍ય તરીકે પાંચ વર્ષની મુદત માટે તેઓ ચુંટાયેલા છે. રાજકીય હરીફ જુથના ઇશારે આ મંડળીના હોદેદારો તથા અમુક કમીટી સભ્‍યો મહેશભાઇ આસોદરીયાને યેનકેન પ્રકારે વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય તરીકેથી દુર કરવા માંગતા હતા. મંડળીના પ્રમુખ તથા અન્‍ય વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય તરીકેથી દૂર કરવા માંગતા હતા. મંડળીના પ્રમુખ તથા અન્‍ય વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍યો મહેશભાઇ આસોદરીયાને રાજકીય રીતે કારકીર્દી પુરી કરવા ગેરકાયદેસર રીતે વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય તરીકેથી દૂર કરવાના બદઇરાદાથી  મંડળીની તા.રર-૪-૨૦૨૨ ની વ્‍ય.કમીટીની સભ્‍યની મીટીંગમાં એવો ઠરાવ કરવામાં આવેલ કે,  આપણી મંડળીના વ્‍ય.કમીટી સભ્‍ય મહેશભાઇ પ્રાગજીભાઇ આસોદરીયા સામે આર્થિક ગુન્‍હા સબબની ફરીયાદ નોંધાયેલ છે અને તેમાં તેને એરેસ્‍ટ કરવામાં આવેલ છે.

મંડળીના તમામ સભાસદોનો તથા લગત સંસ્‍થાનો વિશ્વાસ મંડળી તથા તેના હોદેદારો કર્મચારીમાં જળવાઇ કરે તે માટે મંડળીના વ્‍ય.કમીટી સભ્‍ય મહેશભાઇ પ્રાગજીભાઇ આસોદરીયાને મંડળીના કમીટી સભ્‍યપદેથી છુટા કરવાનું જીલ્લા રજીસ્‍ટાર સહકારી મંડળીઓ રાજકોટ પાસેથી મંજુરી અર્થે મોકલવાનું અને આ મંજુરીના જવાબ ન આવે ત્‍યાં સુધી આ કમીટી સભ્‍યને મળનારી તમામ મીટીંગમાં બોલાવવામાં આવશે નહી તેવી અરજી જીલ્લા રજીસ્‍ટર રાજકોટને મોકલી આપવા ઠરાવ કરેલ હતો.

આ કામે મહેશભાઇ આસોદરીયાએ ઉપરોકત ઠરાવ સામે અહીની લવાદ કોર્ટ સમક્ષ રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ નિલેશ જી. પટેલ મારફત દાવો લાવી એવી રજુઆત કરેલ કે, વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય તરીકે એક વખત ચુંટાયા બાદ સહકારી કાયદાની કલમ-૭૪(૧-ગ)ની જોગવાઇ મુજબ ચુંટાયેલ સભ્‍યની મર્યાદા પાંચ વર્ષની રહે છે. તેમજ કોઇપણ વ્‍ય.કમીટી સભ્‍યને દુર કરવા અંગેના સત્તા અધિકાર મંડળીની વ્‍યવસ્‍થાપક કમીટીને નથી. ચુંટાયેલ વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય સહકારી કાયદા તથા તેના નિયમોની જોગવાઇ મુજબ લાયકાત ધરાવતા હોય ત્‍યાં સુધી વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍યને કામ કરતા અટકાવી શકકાય નહી કે દૂર કરી શકાય નહીં. મંડળીના  પેટાનીયમ મુજબ પણ મહેશભમાઇ આસોદરીયાને વ્‍યવસ્‍થાપક કમીટી તરીકેથી  દૂર કરવા અંગેની કોઇ સત્તા મંડળની વ્‍યવસ્‍થાપક કમીટીને નથી.

આ સામે મહેશભાઇ અહાસોદરીયા સામે ક્રિકેટના સટ્ટા અંગેનો ગુનો ડી.સી.બી. પોલીસ સ્‍ટેશન રાજકોટમાં નોંધાયેલ છે. પરંતુ તેઓ સામે ગુનો સાબિત થયેલ નથી. માત્ર ગુનો દાખલ થવાથી કોઇ વ્‍યકિતને દોષીત માની શકાય નહી. મંડળીના હોદેદારો રાજકીય રીતે મહેશભાઇ આસોદરીયાને વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય તરીકેથી દૂર કરવાના બદઇરાદાથી આવો ઠરાવ કરેલ હોય લવાદ કોર્ટ સમક્ષ મનાઇ હુકમની અરજી રજુ કરી મહેશભાઇ આસોદરીયાને વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય તરીકે કામ કરતા અટકાવે નહી તનેવો મનાઇ હુકમ માંગેલ.  અહીંની લવાદ કોર્ટના જજ શ્રી જયકાન્‍ત એન. દવેએ મહેશભાઇ આસોદરીયા તરફેની નિલેશ જી. પટેલ એડવોકેટ મારફત થયેલ દલીલો તથા સહકારી ટ્રીબ્‍યુનલના ચુકાદાઓ તથા સહકારી કાયદાની જોગવાઇઓ ધ્‍યાને લઇ જીલ્લા રજીસ્‍ટાર સહકારી મંડળી રાજકોટ આ અંગેનો નિર્ણય ન કરે ત્‍યાં સુધી મહેશભાઇ આસોદરીયાને વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય તરીકે મંડળી કામ કરતા અટકાયત અવરોધ કરે નહી તેવો મનાઇ હુકમ ફરમાવેલ છે. મહેશભાઇ આસોદરીયા તરફથી લવાદ કોર્ટ સમક્ષના દાવામાં રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ નિલેશ જી. પટેલ રોકાયેલ છે.

(4:09 pm IST)