Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

શિક્ષણ મુદ્દે ‘આપ'ની રજુઆત

 રાજકોટઃ મ્‍યુનિ.કોર્પોેરેશન જનરલ બોર્ડ મળેલ એ પૂર્વ આમ આદમી પાર્ટી શહેર અધ્‍યક્ષ શિવલાલ પટેલ, મહામંત્રી કે.કે.પરમાર અને આપ-નેતા (કોર્પોરેટર) વશરામભાઇ સાગઠીયા, તથા કોર્પોરેટર કોમલબેન ભારાઇ સાથે સંકલનની મિટીંગ કરેલ, જેમાં પ્રાઇવેટ સ્‍કુલ તેમજ કોલેજોમાંથી વેરા-વસુલાત કેટલી બાકી તેમજ દરેક સ્‍કુલ/ કોલેજ બિલ્‍ડીંગ  બાંધકામ મંજુરી લીધેલ છે કે ગેરકાયદેસર રીતે છે  તેમજ સરકારી નિયમોનુસાર સ્‍કુલમાં ગ્રાઉન્‍ડ કે પાર્કિગની વ્‍યવસ્‍થા છે કે કેમ? વિદ્યાર્થીઓના સલામતી અંગેની પુરતી સુવિધાઓ છે કે કેમ? વગેરે મુદ્દે આપ-નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા લેખીત રજૂઆત કરાઇ હતી.

(4:06 pm IST)