Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

‘રઘુવંશી સમાધાન પંચ'ની રચના : રવિવારથી સેવારત

તુટતા પરિવારોને બચાવવા મધ્‍યસ્‍થીની ભુમિકા અદા કરી માર્ગદર્શન અપાશે

રાજકોટ તા. ૨૦ : હાલ તમામ સમાજમાં છુટાછેડા અને પરિવારો તુટવાના કિસ્‍સા વધી રહ્યા છે. ત્‍યારેં આવા કિસ્‍સાઓનો ઉકેલ માર્ગદર્શન અને કાઉન્‍સેલીંગથી લાવી શકાય તેવા ઉમદા હેતુ સાથે શ્રી રણછોડદાસજીબાપુ પબ્‍લીક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ‘રઘુવંશી સમાધાન પંચ'ની રચના કરવામાં આવી છે. જે તા. ૨૨ ના રવિવારથી કાર્યરત બનશે.
આ અંગે વિગતો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવેલ કે પૂ. શ્રી રણછોડદાસજી બાપુ પબ્‍લીક ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત નિઃશુલ્‍ક રઘુવંશી મેરેજ બ્‍યુરો તો ઘણા સમયથી કાર્યરત છે. સમયાંતરે યુવક યુવતિ પરિચય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જેની ફળશ્રુતિરૂપે ૪૦૦ થી વધુ લોકોના ઘર બંધાયા છે.
પરંતુ હાલના સંજોગોમાં યુવક યુવતિઓમાં સમજ અને સહન શક્‍તિનો અભાવ વર્તાતો હોય તેમ થોડી અમથી વાતમાં દામ્‍પત્‍યજીવનમાં ખટરાગ ઉભા થાય છે. આવા સમયે તેમને સાચુ માર્ગદર્શન આપવા મધ્‍યસ્‍થીની જરૂર પડે છે. ત્‍યારે આવા મધ્‍યસ્‍થીની ભુમિકા અદા કરવાનું કામ હવે રઘુવંશી સમાધાન પંચ કરશે.
જેમાં રઘુવંશી સમાજ શ્રેષ્‍ઠી મિતલભાઇ ખેતાણી, સંજયભાઇ કકકડ, એડવોકેટ પ્રફુલભાઇ ચંદારાણા, ટ્રસ્‍ટના ચેરમેન અજયભાઇ સંઘાણી સેવા આપશે.
ઘણા સમયથી જે નિઃશુલ્‍ક મેરેજ બ્‍યુરો ચાલે છે તેમાં અજયભાઇ સંઘાણી (મો.૯૬૦૧૨ ૭૫૭૭૩), રમેશચંદ્ર પાંઉ (મો.૯૯૨૫૨ ૨૦૨૫૨), જયેન્‍દ્રભાઇ બદીયાણી (મો.૯૪૨૭૫ ૬૧૪૩૩), નટુભાઇ સુબા (મો.૯૪૨૮૭ ૦૧૯૨૭), નવીનભાઇ રાજાણી (મો.૯૪૨૮૭ ૦૧૯૨૭), સુનિલભાઇ શીંગાળા (મો.૯૪૦૮૭ ૯૩૪૪૪) સેવા આપી રહ્યા છે.
તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી રણછોડદાસજીબાપુ પબ્‍લીક ચેરીટેબલ ટ્રસ્‍ટના આગેવાનો નજરે પડે છે.

 

(3:25 pm IST)