Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

મોંઘા મોબાઇલ વાપરવાનો શોખ પુરો કરવા અતીકે ૧.ર૮ લાખના મોબાઇલ ચોર્યા'તા

પંચનાથ પ્‍લોટમાં મોબાઇલ વેંચવા આવ્‍યોને એ-ડીવીઝન પોલીસે દબોચ્‍યો

રાજકોટ, તા. ર૦ :  સરદારનગર મેઇન રોડ, જાગનાથ પ્‍લોટ અને માલવીયાનગર વિસ્‍તારની ત્રણ દુકાનમાંથી  રૂા. ૧.ર૮ લાખના ત્રણ મોબાઇલની ચોરી કરનાર શખ્‍સને એ-ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સરદારનગર મેઇન રોડ પર વિરલભાઇ પ્રફુલભાઇ પુજારાની ઓમ મોબાઇલમાંથી તેમની જાગનાથ પ્‍લોટમાં તેના મિત્રની દુકાનમાંથી તેમજ માલવીયાનગર વિસ્‍તારની એક દુકાનમાંથી જુના મોબાઇલ ખરીદવાના બહાને આવેલા એક શખ્‍સે દુકાન માલીકની નજર ચુકવી ૧.ર૮ લાખના ત્રણ મોબાઇલ ચોરી કર્યાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી.

દરમ્‍યાન એક શખ્‍સ પંચનાથ પ્‍લોટમાં મોબાઇલ વેચવા આવ્‍યો હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ રાહુલભાઇ તથા કોન્‍સ. હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા કાલાવડ રોડ વંૃદાવન સોસાયટી પાછળ સમૃધ્‍ધીનગરના સરકારી આવાસ યોજનાના કવાર્ટર નં. ૩પ/૧૮ માં રહેતો અતીક ઇરફાનભાઇ વાયાણી (ઉ.વ.ર૩) ને ત્રણ ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લઇ પોલીસે રૂા. ૧,ર૮,૦૦૦ ના ત્રણ મોબાઇલ ફોન કબ્‍જે કર્યા હતા. પોલીસની પુછપરછમાં અતિક મજુરીકામ કરે છે તેણે મોંઘા મોબાઇલ વાયપરવાનો શોખ પુરો કરવા મોબાઇલની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ કામગીરી પીઆઇ સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસઆઇ જે.એમ. ભટ્ટ, એ.એસ.આઇ. બી.વી. ગોહિલ, એ.એસ.આઇ. એચ. આર. ચાતીયા, હેડ કોન્‍સ. રાહુલભાઇ, સાગરદાનભાઇ ગઢવી, કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, જયરાજસિંહ, ભગીરથસિંહ, જગદીશભાઇ, હરવિજયસિંહ તથા અશ્વીભનભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:09 pm IST)