Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સીવીલ હોસ્‍પિટલના કોવિડ બીલ્‍ડીંગ પાસે અજાણ્‍યા વૃધ્‍ધનું મોત

રાજકોટ તા. ર૦ : સિવિલ હોસ્‍પિટલના કોવીડ બીલ્‍ડીંગ  પાસે એક અજાણ્‍યા વૃધ્‍ધનું બેભાન હાલતમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સિવીલ હોસ્‍પિટલના કોવિડ બીલ્‍ડીંગની બાજુમાં ઓકસીજન પ્‍લાન્‍ટ પાસે એક ૬૦ વર્ષનો અજાણ્‍યો વૃધ્‍ધ બેભાન હાતલમાં પડયો હોઇ, સામાજીક કાર્યકર રમણીકભાઇએ તેને સારવાર માટે ખસેડાયો હતો ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ. કનુભાઇ તથા રાઇટર ગૌતમભાઇએ તપાસ હાથ ધરી છે. જો કોઇ આ વૃધ્‍ધના સગા સંબંધી હોઇ તો પ્રનગર પોલીસ સ્‍ટેશન ફોન નં.૦ર૮૧ ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છેે.

(3:07 pm IST)