Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ

રાજ્યમાં જરૂરિયાતમંદો મળી કુલ ૧૫૭૨ ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયુ

રાજકોટ : કોવિદ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી રહેલા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને રામકૃષ્ણ આશ્રમ,રાજકોટ દ્વારા ૫૦૦૦ માસ્ક આપવામાં આવ્યા હતા. રામકૃષ્ણ મઠ અમદાવાદના સ્વામી મંત્રેશાનંદે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા (IPS),અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ અજય તોમર (IPS), અધિક પોલીસ કમિશ્નર સ્પેશ્યલ બ્રાંચ પ્રેમવીર સિંહ (IPS),અધિક પોલીસ કમિશ્નર સેક્ટર ૨  નિપુણા તોરવણેને આ માસ્ક સુપ્રત કર્યાં હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે રામકૃષ્ણ આશ્રમ દ્વારા આ પહેલા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે પણ ૧૫૦૦ માસ્ક અને જરૂરીયાતમંદ વ્યક્તિઓ માટે જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આપવામાં આવ્યા હતા. આ સિવાય માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં અમદાવાદ,ભુજ,ઉપલેટામાં, અને  માંડવીના જરૂરિયાતમંદોને મળીને કુલ ૧૫૭૨ ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(10:30 pm IST)