Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

''સુખનું સરનામું : ઘર'' વિષે કાલે સેમીનારઃ જય વસાવડાનું વકતવ્ય

રાજકોટઃ તા.૨૦, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર કો-ઓપ.હા. સોસાયટી લી. રાજકોટના પ્રમુખ ભાનુભાઇ મેતા, ઉપપ્રમુખ રમણીકભાઇ ગઢવી, માનદમંત્રી શ્રી બકુલભાઇ ગણાત્રાની સંયુકત યાદીમાં જણાવે છે કે, આજે સમાજમાં લોકો અપેક્ષા વધુ અને નેગેટીવ જીવન જીવતા થઇ ગયા છે, ત્યારે જીવનને પોઝીટીવ કેમ બનાવવું તે અંગેનો એક સેમીનાર મેયર બિનાબેન આચાર્યની અધ્યક્ષતામાં કાલે તા.૨૨ને મંગળવારે સાંજે ૮:૩૦ થી ૧૦:૩૦ નિલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની ખાતે રાખવામાં આવેલ છે.

જેમા પ્રેરણાદાયી ખ્યાતનામ લેખક વકતાશ્રી જયભાઇ વસાવડાનો ''સુખનું સરનામુંઃ ઘર'' સેમીનાર રાખવામાં આવેલ  છે. હકારાત્મક ઉર્જા ભર્યું જીવન જીવવા માટેનું ચિંતન - મનન કરવા આ સેમીનારમાં  ''સુખનું સરનામુંઃ ઘર'' વિષય ઉપર ખ્યાતનામ લેખક અને વકતા જય વસાવડા તેમનું પ્રેરણાદાયી વકતવ્ય આવતીકાલ તા.૨૧ને મંગળવાર, સાંજે ૮ઃ૩૦ થી ૧૦ઃ૩૦, રાખવામાં આવેલ છે. આ સેમીનારમાં દરેક સભાસદો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ બુધ્ધીજીવીઓને ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું છે.  આ કાર્યક્રમને સફળ બનાવવા સોસાાયટીના સભ્ય વિજયભાઇ ભટાસણા, વશરામભાઇ પટેલ, રાજેશભાઇ કરડાણી, યોગેશભાઇ શુકલ, તરૂણભાઇ મહેતા જહેમત ઉઠાવી રહયા છે.

(4:45 pm IST)