Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ટી.પી.ઓ. સાગઠીયાનો રૂડાના ચાર્જની મુદત વધારવા માંગ

બિલ્ડર એસો. દ્વારા રજુઆત

રાજકોટ તા. ર૦ : મ્યુ.કોર્પોરેશનના ટી.પી.ઓ શ્રી સાગઠીયાને 'રૂડા'નો ચાર્જ અપાયો છે જેની મુદત ર૩મીએ પુર્ણ થતી હોઇ તેઓના ચાર્જની મુદત વધારવા રાજકોટ બિલ્ડર એસો.એ માંગ ઉઠાવી છ

આ અંગે બિલ્ડર એસો.ના પરેશ ગજેરા, ગ્રેટ ચેમ્બર ઓફ કોમર્ર્સના ધનસુખભાઇ વોરા ચેમ્બર ઓફ કોમર્સના વી.પી.વૈષ્ણવ, આર્કિટેક એસોના ભૌતિક ત્રિવેદી, કન્સલ્ટીંગ ઇજીનીયર એસોના ધર્મેન્દ્ર મીરાણી, ઇન્ટીરીયર ડીગ્રામ ડીઝાઇન એસો.ના દિપક ઉનડકટ વગેરે મ્યુ.કમિશનર અને રૂડાના ઇન્ચાર્જ ચેરમેન બંછાનિધી પાનીને આવેદન પાઠવીને રજુઆત કરી છે કે ર૩ મેના રોજ ટી.પી.ઓ એમ.ડી. સાગઠીયાનો  'રૂડા'નો ચાર્જ પૂર્ણ થાય છે ત્યારે તેઓની મુદત વધારવી જરૂરી છે. કેમ કે 'રૂડા'માં હજુ અનેક બિલ્ડીંગ પ્લાનની ફાઇલો પેન્ડીંગ છે જેના ઝડપી નિકાલ માટે શ્રી સાગઠીયાના ચાર્જની મુદત વધારવા માંગ ઉઠાવાઇ છ.ે(૬.૧૮)

(4:26 pm IST)