Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

સગર જ્ઞાતિ મંડળ દ્વારા કાલથી ભાગવત સપ્તાહ

કુવાડવા રોડ પર સમર્પણ પાર્ટી પ્લોટ પાછળના મેદાનમાં આયોજન : વકતા દીપકભાઇ મહેતા રસપાન કરાવશે : બુધવારે રાસ ગરબા, શનિવારે લોકડાયરો, રવિવારે મહારકતદાન કેમ્પ

રાજકોટ તા.૨૦ : જય ભગીરથ સગર સમાજ યુવા ગ્રુપ, સગર જ્ઞાતિ મંડળ, શકિત ભગીરથ મહિલા ધૂન મંડળના સંયુકત ઉપક્રમે તા. ૨૧ ના મંગળવારથી તા. ૨૭ ના સોમવાર સુધી શ્રીમદ્દ ભાગવત ભગીરથી સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે સર્વે પિતૃ મોક્ષાર્થે તેમજ સગર સમાજમાં શિક્ષણ ઉત્કર્ષ અર્થે આ કથાનું આયોજન કરાયુ છે.

૫૦ ફુટ ડી-માર્ટ રોડ, સમર્પણ પાર્ટી પ્લોટ પાછળ, કુવાડવા રોડ ખાતે આયોજીત આ કથાના વ્યાસાસને ઘુઘરાળાવાળા વકતા શ્રી દિપકભાઇ પ્રભાશંકરભાઇ મહેતા બિરાજી દરરોજ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ અને રાત્રે ૮ થી ૧૧ સુધી કથામૃતનું રસપાન કરાવશે.

કથા દરમિયાન વિવિધ પ્રસંગો ઉજવાશે. તા. ૨૨ ના બુધાવરે રાત્રે ૧૧ વાગ્યે રાસ ગરબા, તા. ૨૪ ના શુક્રવારે રામજન્મ અને કૃષ્ણ જન્મ ઉજવાશે. તા. ૨૫ ના શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે લોકડાયરો રાખેલ છે. જેમાં ગુંજનબેન સગર, રૂપલબેન ચાવડા, ભરતભાઇ ચાવડા, જયેશભાઇ સગર, અતુલ ભગત વગેરે ભાગ લેશે.

તા. ૨૬ ના રવિવારે સાંજે પ વાગ્યે રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગથી મહારકતદાન કેમ્પ રાખેલ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા અરવિંદભાઇ માંડાણી, ભરતભાઇ જી. બેલડીયા, ભરતભાઇ એન. બેલડીયા, બિપીનભાઇ ગોહેલ, મહેશભાઇ મેમકીયા, હરેશભાઇ ગોહેલ, તુલશીભાઇ ભેસારા, ભરતભાઇ નાનાણી, રમેશભાઇ આર. બેલડીયા, ધર્મેશભાઇ ભેસાણીયા, વિશાલભાઇ ચાવડા, રમેશભાઇ બેલડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રતાપભાઇ બેલડીયા (મો.૯૭૨૩૯ ૮૩૮૩૧), વિપુલભાઇ લોટા (મો.૯૮૨૪૦ ૫૫૪૭૦), લાલજીભાઇ બેલડીયા, બિપીનભાઇ ગોહેલ, ગીરધરભાઇ પાથર વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:21 pm IST)