Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગાંજા સાથે પકડાયેલ ગૌરીદડના વિપ્ર શખ્સ સહિત બે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૨૦: ગૌરીદડ મુકામે રહેતા અજીત પ્રદિપભાઇ દાસ તેમજ તેના મિત્ર મહેશ ઉર્ફે લાલા રામસિંગભાઇ ખાખરીયાને એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. જેઓને સેસન્સ કોર્ટે જામીનપર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટના એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સપેકટર  એચ.એમ.રાણાને ખાનગી બાતમીદાર મારફત ચોક્કસ અને ખાત્રી લાયક હકીકત મળતા આ કામના આરોપી માદક પદાર્થ સાથે ગૌરીદડમાં પોતાના રહેઠાણના સ્થળે હાજર હોય જેથી એસ.ઓ.જી. પોલીસ અધિકારીઓએ બે રાહદારી પંચોને સાથે રાખી ઉપરોકત શંકાસ્પદ સ્થળે રેઇડ પાડતા ઉપરોકત આરોપીઓ માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાયા જતા તેઓની વિરૂધ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી),૨૦(બી)મુજબનો ગુન્હો નોંધી અટક કરી આરોપીઓને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતા. ત્યારબાદ આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારવામાં આવતા એન.ડી.પી.એસ.કોર્ટના જજ બશ્રી આર.એલ.ઠકકરે ઉપરોકત આરોપીઓને આ ગુન્હાના કામ સબબ જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમા આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, જાહીદ એન.હિંગોરા, રણજીત બી.મકવાણા, રૂપલ ભગત, વિ.એન.જોષી રોકાયેલા હતા.

(4:20 pm IST)