Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

નાના મવા રોડ પર રોનક પરમારને અજાણ્યા શખ્સોએ મારકુટ કરી

રાજકોટ તા. ૨૦: નાના મવા રોડ પર દેવનગરમાં રહેતાં અને કન્સ્ટ્રકશનનું કામ કરતાં રોનક જગદીશભાઇ પરમાર (ઉ.૨૨) નામના વણકર યુવાનને રાત્રે બારેક વાગ્યે તે અમદાવાદથી આવેલા પોતાના બનેવી સાથે બેઠો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ગાળો દઇ મારકુટ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

રોનકના પિતા જગદીશભાઇના કહેવા મુજબ કેટલાક નશાખોર જેવા શખ્સો ગાળો બોલતાં હોઇ તેણે અચાનક જ રોનક પર હુમલો કરી દીધો હતો. રાત્રે જ સારવાર લઇ રજા લીધી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

રૈયામાં નટુભાઇને પંકજ, જેસલે ઇંટ ફટકારી

રૈયાના રાણીમા રૂડીમા ચોકમાં રહેતાં નટુભાઇ વિરજીભાઇ પરમાર (ઉ.૪૦)ને રાત્રે દસેક વાગ્યે પંકજ અને જેસલે ઝઘડો કરી માથામાં ઇંટ ફટકારી દેતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતાં.

સર ગામે હેમીબેનને પુત્રવધૂએ ધક્કો માર્યો

રાજકોટના સર ગામે રહેતાં હેમીબેન ડાહ્યાભાઇ રાઠોડ (ઉ.૬૦)ને પુત્રવધૂ શિલ્પાબેને ધક્કો મારતાં પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં કુવાડવા પોલીસને જાણ કરાઇ હતી.

નયનાબેનને વોટર પાર્કની રાઇડ્સમાં ઇજા

સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગરમાં રહેતાં નયનાબેન મુકેશભાઇ લકુમ (ધોબી) (ઉ.૪૦)ને ગોંડલ રોડ ક્રિષ્ના પાર્કમાં વોટરપાર્કની રાઇડ્સમાં હતાં ત્યારે માથામાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

(4:03 pm IST)