Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

પ્રેમમાં નિષ્ફળ પ્રેમીએ પ્રેમીકા અને તેના પરિવારના ફોટાઓ વોટસએપ પર મોકલી નીચે બિભત્સ કોમેન્ટો વાયરલ કરેલી

અમદાવાદ સાયબર ક્રાઈમના એસીપી ડો. રાજદીપસિંહ ઝાલા, એસીપી જે.એમ. યાદવના માર્ગદર્શનમાં પીઆઈ વી.બી. બારડ અને પીએસઆઈ એચ.એન. વાઘેલાએ આરોપી ભાવિન ચક્રવર્તીને ઝડપી લીધો

રાજકોટ, તા. ૨૦ :. પ્રેમમાં નિષ્ફળતા મળતા આ બાબત સહન ન થતા પ્રેમીએ પોતાની પ્રેમીકા તથા તેના પરિવારના ફોટાઓ સોશ્યલ મિડીયામાં મુકી તેની નીચે બિભત્સ કોમેન્ટો કરી માનસિક ત્રાસ આપનાર પ્રેમીને અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસે નાયબ પોલીસ કમિશ્નર ડો. રાજદીપસિંહ ઝાલા તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે.એમ. યાદવના માર્ગદર્શનમાં પીઆઈ વી.બી. બારડ અને પીએસઆઈ એન.એચ. વાઘેલા ટીમે શોધી કાઢયો છે.

અમદાવાદના વાડજ વિસ્તારની એક મહિલા દ્વારા થયેલ ફરીયાદ આધારે ભાવિન ચક્રવર્તી નામના શખ્સ સામે ઉપરોકત આરોપસરની તા.૧૭ના ફરીયાદ થતા સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા જરૂરી ટેકનીકલ એનાલીસસ દ્વારા મોબાઈલ નંબરના સીડીઆર આધારે બિભત્સ મેસેજો કરનાર આરોપી ભાવિન જીગરભાઈ ચક્રવર્તી નામના યુવાનની અટક કરી તેનો મોબાઈલ ફોન કબ્જે કરેલ છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકારીઓની તપાસમાં આ બનાવના આરોપી તથા ફરીયાદીની દિકરી એકબીજાને છેલ્લા એક વર્ષથી ઓળખતા હોય અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ. પ્રેમમાં ગમે તે કારણસર નિષ્ફળ મળતા આરોપીએ ફરીયાદીની દીકરીના ફોટાઓ સગાસંબંધીઓને વોટસએપ મારફતે વાયરલ કરી બિભત્સ મેસેજ કરવા લાગેલ.

(4:01 pm IST)