Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ઘંટેશ્વર પાસે મહાવીર એવન્યુમાં ત્રીજા માળેથી પટકાતાં ૩II વર્ષના પાર્થના પ્રાણ નીકળી ગયા

સોરઠીયા પ્રજાપતિ ફટાણીયા પરિવારમાં ગમગીનીઃ બારીમાં ગ્રીલ ન હોઇ અકસ્માત સર્જાયો

માસુમ પાર્થનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૦: જામનગર રોડ પર એસઆરપી કેમ્પ સામે વર્ધમાનનગર મહાવીર એવન્યુમાં રહેતાં સોરઠીયા પ્રજાપતિ દંપતિનો ૩II વર્ષનો પુત્ર ત્રીજા માળે ફલેટમાં રમતાં-રમતાં બારીમાંથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ મહાવીર એવન્યુમાં ત્રીજા માળે રહેતાં ધીરજભાઇ (ધીરૂભાઇ) મનગભાઇ ફટાણીયાનો પુત્ર પાર્થ (ઉ.વ.૩II) સવારે મોટા ભાઇ ઓમ સાથે રમતો હતો ત્યારે બારી પાસે જતાં અકસ્માતે નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને અક્ષયભાઇ ડાંગરે જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. હરપાલસિંહ તથા લક્ષમણભાઇ મહાજને જરૂરી કાર્યવાહી કરી હતી. લાડકવાયાના મોતથી પિતા ધીરજભાઇ માતા રીટાબેન સહિતના કુટુંબીજનોમાં કલ્પાંત સર્જાયો છે.ધીરજભાઇ સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવે છે.

પુનિતનગરમાં હેતલે માનસિક બિમારીની દવા પી લીધી

રાજકોટ તા. ૨૦: ગોંડલ રોડ પુનિતનગર સતનામ સોસાયટીમાં રહેતી હેતલબેન ડાયા ભુંડીયા (ઉ.૨૪)એ માનસિક બિમારીની ટીકડી પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે તાલુકા પોલીસને જાણ કરવા તજવીજ કરવામાં આવી હતી. જો કે દાખલ થયા બાદ તુર્ત જ હોસ્પિટલમાંથી રજા લઇ લીધી હતી.

માયાણીમાં દેવેન્દ્રભાઇ બારૈયાએ લિકવીડ પીધું

બીજા બનાવમાં માયાણીનગર આવાસ કવાર્ટરમાં રહેતાં દેવેન્દ્રભાઇ બટુકભાઇ બારૈયા (ઉ.૪૦)એ કોઇ લિકવીડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

(3:59 pm IST)
  • મોટો સેટબેક સર્જાઇ રહ્યો છે? રાહુલ ગાંધી અમેઠીથી અને નિતિન ગડકરી નાગપુર બેઠક ઉપરથી હારે છે (ન્યુઝ ફર્સ્ટનો સ્ફોટક રીપોર્ટ) access_time 4:27 pm IST

  • આંધ્ર પ્રદેશમાં ફરી તેલુગુ દેશમ પાર્ટી સત્તા પર આવી રહી છે : ચંદ્રાબાબુ નાયડુ ફરી મુખ્ય મંત્રી બનશે : એક્ઝિટ પોલ:આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચુંટણીઅંગેના એક્ઝિટ પોલમાં ફરી એકવાર ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી સરકાર સત્તા પાર આવી રહયાના તારણો જાહેર થયા છે.:ફર્સ્ટ રિપોર્ટના અહેવાલ મુજબ આંધ્ર વિધાનસભાની ૧૭૫ બેઠકમાંથી ચંદ્રાબાબુના તેલુગુ દેશમ પક્ષને ૧૦૬ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી રહ્યાનું આ એક્ઝિટ પોલમાં દર્શાવાયું છે. access_time 1:36 am IST

  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST