Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કિસાન સંઘના આગેવાનો તાળા લઇ કલેકટર કચેરીએ દોડી આવ્યાઃ પાક વિમા અંગે ૧૦ દિ': નહી તો તાળાબંધી

રાજકોટ તા. ર૦ : ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમના પ્રમુખ દિલીપભાઇ સખીયા અને અન્ય આગેવાનો પાક વિમા પ્રશ્ને આજે કલેકટરને આવેદન પાઠવવા તાળા લઇને દોડી આવ્યા હતા, અને ૧૦ દિ'માં સરકાર કપાસનો પાક વિમો નહી ચુકવે તો કલેકટર કચેરીને તાળા બંધી કરાશે  તેવી અપાયેલ આવેદનમાં ચેતવણી આપી દિધી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે રાજયમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં અપુરતો અને અનિયમિત વરસાદ પડવાને કારણે જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં અછત અને અર્ધઅછતની પરિસ્થિતિ સર્જાય છે તો કપાસ અને મગફળી કે જે સૌરાષ્ટ્રના મુખ્ય પાકો છ.ે વરસાદા અભાવે મગફળી અને કપાસનો હોવા છતા અપુરતો ચુકવાયેલ છે જેને લીધે ખેડુતોમાં રોષની લાગણી અનુભવે છે. કપાસની વર્ષ ર૦૧૮-૧૯ ની મોસમ પુરી થઇ ગઇ છે કપાસ કોપ કટીંગની કામગીરી પણ ઘણા સમય પહેલા પુરી થઇ ગઇ છે.અને વર્ષ ર૦૧૯-ર૦ ના નવા પાક ધિરાણ પણ ચાલુ થયેલ છે તો પણ રાજકોટ જિલ્લામાં કપાસના પાક વિમો ખેડુતોને હજુ સુધી ચુકવવામાં આવેલ નથી સ્થિતિ ચિંતાજનક છે અને તેઓના જીવન નિર્વાહ માત્રને માત્ર નિષ્ફળ ગયેલા કપાસના પાક સામે મળતા વીમા ઉપર અવલંબિત છે. રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની રાજકોટ જિલ્લા કામગીરી સંભાળે છે તેણે મગફળીનો વીમો ચુકાવવામાં પણ ઠાગાઠૈયા કરેલ અને કપાસનો વિમો પણ હજુ સુધી નહી ચુકવીને અન્યાય કર્યો છ.ે

ઉપરની બધી પરિસ્થિતિનેધ્યાનમાં લઇને કપાસનો પાક વિમાનું તાત્કાલિક ચુકવણું થાય તે માટે રિલાયન્સ  જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને તાત્કાલીક કડકમાં કડક સુચના આપવામા આવે અને તારીખ ૩૧-૦પ-૧૯ સુધીમાં કપાસનો વિમો ખેડુતોને ચુકવી આપવામાં આવે તેવી રાજકોટ જિલ્લાના તમામ ખેડુતો વતી ભારતીય કિસાન સંઘ માંગણી કરે છે. જો ૩૧-પ-૧૯ સુધીમાં વીમો ચુકવવામાં નહી આવે તો તા. ૧-૬-૧૯ થી રાજકોટ જીલ્લાની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા અનશનો અથવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. જે તાળાબંધી કરાશે તેમ ઉમેરાયું હતું.

આવેદન દેવામાં જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, ઉપપ્રમુખ રમેશભાઇ ચોવટીયા, પ્રભુદાસભાઇ મણવર, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, મનોજભાઇ ડોબરીયા, ઠાકરશીભાઇ પીપળીયા, રમેશભાઇ હાપલીયા, ધીરૂભાઇ વડોદરીયા, પરેશભાઇ રૈયાણી, ધર્મેશભાઇ સોરઠીયા, બચુભાઇ ધામી, મહિપાલસિંહ જાડેજા, જીતુભાઇ સંતોકી, મધુભાઇ પાંભર, ભુપતભાઇ કાકડિયા, અશોકભાઇ મોલીયા, ભાવેશભાઇ રૈયાણી, ઝાલાભાઇ ઝાપડીયા, કિશોરભાઇ લકકડ, વિનુભાઇ દેસાઇ, શાંતિલાલ વેગળ, શત્રુધ્નભાઇ રોકડ, કિશોરભાઇ સગપરીયા, કાળુભાઇ વિગેરે જોડાયા હતા.

(3:58 pm IST)
  • અમદાવાદના પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતનો મામલોઃ ૧૫ દિવસમાં ન્યાય ન મળે આપઘાતની ચીમકી : પીએસઆઇના પત્નિ ડીમ્પલ રાઠોડ સચિવાલયમાં ગૃહ રાજયપ્રધાનને ન્યાય માટે રજુઆત માટે પહોંચ્યાઃ અગાઉ આત્મવિલોપનની ચીમકી ને લઇને સચિવાલય બહાર સઘન બંદોબસ્તઃ ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું: ડીવાયએસપીને ધરપકડ કેમ નહિ : ડીમ્પલ રાઠોડ access_time 4:29 pm IST

  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા બસપા સુપ્રીમો માયાવતી લખનઉથી દિલ્હી દોડ્યા: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે: ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરનારી માયાવતીનું આ પગલું ચોંકાવનારું : ભાજપ પ્રણિત એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં નોન-ભાજપ ગઠબંધન સરકાર બનાવવા માટે મનોમંથન થવાની શકયતા access_time 1:37 am IST

  • આવતીકાલે પ્રધાનમંડળની અંતિમ બેઠક બોલાવતા વડાપ્રધાન : હવે પછી નવુ પ્રધાનમંડળ આવશે access_time 4:26 pm IST