Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ડોલ્સ મ્યુઝીયમમાં જુના ચલણી સિકકા, નોટો, છીપલાઓનું પ્રદર્શન

રાજકોટઃ શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલીત અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સહયોગથી ચાલતું રોટરી ડોલ્સ મ્યુઝીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમના દિવસે બાળકોના કલેકટીબલ્સના પ્રદર્શનનું આયોજન કરેલું હતું. જેમાં ૧૨ બાળકોએ ભાગ લીધેલ હતો. ૧૦૦ વર્ષના ચલણી સિક્કાઓ, ચલણી નોટો, છીપલાઓ અને મીનીયેચન મોડલ્સનું પ્રદર્શન હતું. ૧૫૦૦થી વધારે મુલાકાતીએ પ્રદર્શન નીહાળ્યુ હતું. બધા જ બાળકોને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રદર્શન નીહાળ્યા પછી ઘણા બધા બાળકોને આ કલેકટીબલ્સ વિશે પ્રોત્સાહન મળ્યું તેઓ પણ પોતાનો આ શોખ કેળવવા માટે જાગૃત થયા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:53 pm IST)