Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

નાના ભાઇની બીમારીના ખર્ચની ચિંતામાં શામતભાઇ ગોવાણીનો ફાંસો ખાઇ આપઘાત

બેડલામાં રહેતા પ્રૌઢે પોતાની વાડીના ઝાડમાં ગળાફાંસો ખાઇ લીધોઃ બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી

રાજકોટ તા.૨૦: બેડલાગામમાં રહેતા પ્રૌઢે પોતાની વાડીએ ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. નાનાભાઇની બીમારીના ખર્ચની ચી'તામાં પ્રોઢે પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ છે.

મળતી વિગત મુજબ બેડલા ગામમાં રહેતા શામતભાઇ રાઘવભાઇ ગોવાણી (ઉ.વ.૫૫)એ પોતાની વાડીમાં ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ હમિરભાઇ આહીર તથા કિશનભાઇએ સ્થળપર પહોંચી તપાસ હાથધરી હતી મૃતક શામતભાઇ ખેતી કરતા હતા. તેને સંતાનમાં બેપુત્ર છે તે સાતભાઇમાં બીજા નંબરના હતા. તેના નાનાભાઇને પગની બીમારી હોઇ, જેથી તેનો એક પગ કપાવો પડ્યો હતો. હજુ પણ તેની સારવાર ચાલુ હોઇ તેને સારૂ ન થતા અને ખર્ચની ચિંતામાં કોળી પ્રૌઢે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે.

(3:48 pm IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાશે : બે દિવસ થંડરસ્ટ્રોમની આગાહી રાજકોટમાં ૪૦ ડિગ્રી : હવામાન વિભાગે બે દિવસ ફરી વરસાદની આગાહી કરી છે : સૌરાષ્ટ્ર, કચ્છમાં જોરદાર પવન ફૂંકાશે : બનારસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડશે : રાજકોટમાં બપોરે ૩ વાગ્યે ૪૦ ડિગ્રી તાપમાન છે : ફરી ગરમીમાં આંશિક વધારા સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:26 pm IST

  • અમદાવાદના બોપલ ઘુમા નપામાં બાળમજુરી આવી સામે : ૧૮ વર્ષથી ઓછી વયના કિશોર ચલાવે છે પાલીકાના ટ્રેકટરઃ બાળમજુરી પર બોલ્યા ચીફ ઓફીસરઃ તપાસ કરવામાં આવશેઃ પ્રણવ શાહઃ લાયસન્સ વિના હેવી વાહન ચલાવે છે કિશોર access_time 4:29 pm IST

  • જોધપુર જિલ્લાના મેલાણા ગામે બોરવેલમાં ચાર વર્ષની બાળકી પડી ગઈ :બાળકીનો અવાજ બોરવેલમાંથી આવી રહ્યો છે : ઘટનાસ્થળે એસડીઆરએફની ટીમ મદદે પહોંચી :મોટી સંખ્યામાં બચાવકર્મીઓ બાળકીને બહાર કાઢવા મહેનત access_time 12:48 am IST