Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

પડધરી-ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ કગથરાના પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં આંસુનો દરીયો છલકાયો

વિજયભાઇ રૂપાણી સહીત કોંગ્રેસ-ભાજપના સ્થાનીક નેતાઓ સ્મશાન યાત્રામાં જોડાયાઃ વિજયભાઇ રૂપાણીએ કગથરા પરીવારને દિલસોજી પાઠવીઃ સદ્ગત વિશાલને પુષ્પાંજલી અર્પણ

રાજકોટઃ પડધરી ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળના બહેરામપુર ખાતે ગત રોજ થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. લલીતભાઈ કગથરા તથા તેના પરિવારજનો પર આવી પડેલી આકસ્મિક આપદામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમના દુઃખમાં સહભાગી બન્યા હતા.

આજરોજ રાજકોટ ખાતે  સદગતની અંતિમ યાત્રામાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જોડાયાં હતા.

પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠક ઉમેદવાર લલિત કગથરાના પુત્રની અંતિમયાત્રા કાલે સવારે નીકળી હતી. લલિત કગથરાના નિવસ્થાનેથી નીકળેલી પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. મહત્વનું છે કે ગઈકાલે લલિત કગથરાના પુત્રોને અકસ્માત નડ્યો હતો. પશ્વિમ બંગાળમાં દિવ્યાંગ બાળકોને પ્રવાસે લઇ ગયા હતા ત્યારે તેમની લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં લલિત કગથરાના મોટા પુત્ર વિશાલનું મોત નિપજયું હતું. જયારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો.

આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, આ સમાચાર ન માની શકાય તેવા હતા. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ ઝીલવાની શકિત આપે તેવી પ્રાર્થના કરૃં છું. ખૂબ જ દુઃખદ બનાવ છે. કોઇને ત્યાં ભગવાન આ પ્રકારનું દુઃખ ન આપે. નાની ઉંમર અને ઓચિંતું  અકસ્માતમાં મૃત્યુ આ દુઃખની કલ્પના કરવી પણ અઘરી છે. આ સાથે જ કહ્યું કે લલિતભાઇ અને ઇલાબહેન પર દુઃખના વાદળો તૂટી પડયા હોય તેવી ઘટના છે. લલિતભાઇ અને ઇલાબહેન સાથે મારા જૂના અને પારિવારીક સંબંધો છે. હું મેયર હતો ત્યારે ઇલાબહેન ભાજપના કોર્પોરેટર હતા. મારા તો પાડોશી છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ ઝીલવાની શકિત આપે તેવી પ્રાર્થના કરૃં છું.

વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, લલિતભાઇ અને ઇલાબહેન પર દુૅંખના વાદળો તૂટી પડ્યા હોય તેવી ઘટના છે. લલિતભાઇ અને ઇલાબહેન સાથે મારા જૂના અને પારિવારીક સંબંધો છે. હું મેયર હતો ત્યારે ઇલાબહેન ભાજપના કોર્પોરેટર હતા. મારા તો પાડોશી છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ ઝીલવાની શકિત આપે તેવી પ્રાર્થના કરૃં છું.

પડધરી ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ કગથરાના પુત્ર વિશાલની અંતિમયાત્રા રવિવારે સવારે નિકળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, શંકરસિંહ વાઘેલા, ઉપરાંત સામાજીક, શૈક્ષણીક અને વેપારી મંડળના આગેવાનો સહીતના અનેક લોકો જોડાયા હતા. વિશાલને અંતિમ વિદાય વેળાએ લલીતભાઇ સહીતના પરીવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની વ્યાપી ગઇ હતી. જુવાનજોધ પુત્રની અંતિમ વિદાય વેળાએ અંતિમ યાત્રામાં જોડાયેલા સૌ કોઇની આંખો રડી પડી હતી.

પડધરી-ટંકારાના કોંગ્રેસી ધારાસભ્ય લલીતભાઇ કગથરાનો મોટો પુત્ર વિશાલ અને રવિ સહીતના પરીવારજનો પશ્ચિમ બંગાળમાં સહેલગાહે ગયા હતા. જયાં શનિવારે બહેરામપુર પાસે વોલ્વો બસ અને ટ્રક વચ્ચે ટક્કર સર્જાઇ હતી. જેમાં વોલ્વો બસમાં સવાર વિશાલનું મોત નિપજયું હતું. જયારે રવિ પણ ઘાયલ થયો હતો. આ દુર્ઘટનાથી કગથરા પરીવાર પર દુઃખનુંઆભ તુટી પડયું છે.

દરમિયાન વિશાલનો મૃતદેહ રાજકોટ લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ રવિવારે કગથરા પરીવારે અકાળે મોતને ભેટેલા કુળદિપક વિશાલની અંતીમયાત્રા કાઢી હતી. આ દુઃખદ પ્રસંગે કોંગ્રેસના વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી, ધોરાજીના  ધાારસભ્ય લલીતભાઇ વસોયા, વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવેદ પીરઝાદા, જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, પુર્વ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, ઉનાના ધાારસભ્ય પુંજાભાઇ વંશ સહીતના કોંગ્રેસી આગેવાનો દોડી આવ્યા હતા. આ ઉપરાંત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મોહનભાઇ કુંડારીયા, ગોવિંદભાઇ પટેલ, કમલેેશ મીરાણી સહીતના ભાજપના આગેવાનો તેમજ એનસીપીના શંકરસિંહ વાઘેલા સહીતના નેતાઓએ પક્ષાપક્ષી મુકીને દુઃખદ પ્રસંગે કગથરાને સધીયારો આપવા પહોંચી ગયા હતા. દરમિયાન જુવાનજોધ દિકરાને અંતિમવિદાયએ કગથરા પરીવાર ભાંગી પડયો હતો અને તેના આક્રંદથી વાતાવરણમાં ગમગીની વ્યાપી ગઇ હતી. વિશાલની અંતિમયાત્રામાં શહેરના રાજકીય, સામાજીક, શૈક્ષણીક અને વેપારી મંડળ સહીતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તેમના નિવાસસ્થાને પોતાના યુવાન પુત્રનો મૃતદેહ જોઇને પિતા લલીતભાઇ ભાંગી પડયા હતા. પરીવારજનોના હૈયાફાટ રૂદનના દ્રશ્યોને કારણે અહીના પારસ સોસાયટીના તેમના રહેણાંક વિસ્તારમાં વાતાવરણ ગમગીન બની રહયું હતું. અંતિમયાત્રા પુર્વે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન પણ શ્રધ્ધાસુમન આવી પહોંચ્યા હતા. તેઓએ શ્રધ્ધા સુમન અર્પણ કરી લલીતભાઇને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ નિકળેલી અંતિમ યાત્રામાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો, મોરબી-ટંકારા વિસ્તારના સગાસબંધીઓ, પરીવારજનો, મિત્રવર્તુળ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પારસ સોસાયટીના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા શહેરના જુદા જુદા માર્ગો ઉપર થઇને નાના મૌવા સ્મશાન ગૃહે પહોંચી હતી. જયાં પરીવારજનોના કરૂણ આક્રંદ સાથે અગ્નિ સંસ્કાર વિધિ સંપન્ન થઇ હતી.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

લલિતભાઇ કગથરાના પુત્ર સ્વ. વિશાલનું સાંજે રાજકોટમાં બેસણું

રાજકોટ : ટંકારા-પડધરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ કગથરાના પુત્ર સ્વ. વિશાલનું અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

સદ્ગતનું બેસણું આજે તા. ર૦ ને સોમવારે સાંજે ૪ થી ૬, પારસ સોસાયટી કોટેચા ચોક નિર્મલા સ્કૂલ સામે રાજકોટ ખાતે રાખેલ છે.

લલિત કગથરા અને ભીખાભાઇના પરિવારને સાંત્વના આપતા ભૂપેન્દ્રસિંહ

રાજકોટ, તા. ર૦ : રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ કગથરાના યુવાન સુપૂત્રના માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે તેમજ ધારાસભ્ય ભીખાભાઇ જોષીની પૌત્રીના અકસ્માત અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી બન્ને પરિવારોને દિલસોજી પાઠવી છે.

(11:43 am IST)
  • અમદાવાદના બોપલ ઘુમા નપામાં બાળમજુરી આવી સામે : ૧૮ વર્ષથી ઓછી વયના કિશોર ચલાવે છે પાલીકાના ટ્રેકટરઃ બાળમજુરી પર બોલ્યા ચીફ ઓફીસરઃ તપાસ કરવામાં આવશેઃ પ્રણવ શાહઃ લાયસન્સ વિના હેવી વાહન ચલાવે છે કિશોર access_time 4:29 pm IST

  • એકઝીટ પોલના પગલે રાજકીય સમીકરણો ઝડપભેર બદલાયાઃ માયાવતીએ દિલ્હી જવાનું રદ્ કર્યું: કહયું કે પાટનગર નહિં જાઉં !! દિલ્હીની કોઇપણ બેઠકોમાં હાજરી નહિ આપું: માયાવતી ભાજપ તરફ ઢળે છે?: લખનૌમાં માયાવતીને મળવા અખિલેશ યાદવ દોડયાઃ રાજકારણમાં અચાનક ગરમાવો access_time 12:43 pm IST

  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST