Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

રાજકોટમાં મુખ્યમંત્રીના ઘરને ઘેરાવ : જમીન વિવાદ મામલે કોળી સમાજ દ્વારા વિજયભાઈના ઘર સામે ઉગ્ર વિરોધ, 25ની અટકાયત

રાજકોટ :કોળી સમાજના ખેડૂતો દ્વારા જમીન વિવાદના મામલે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના ઘરની  સામે ઘેરાવ કરાયો હતો 31 ગામોને જમીન પાછી આપવા અને 31 ગામોને નર્મદા સિંચાઈ યોજનામાં સમાવવાને લઈ વિરોધ થયો હતો ખેડૂતો તરફથી ઝીંગા ફાર્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

   ખેડૂતોએ ધરણાં કરવાની ચીમકી આપી હતી. જેના માટે 25 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેમાં ઉપવાસ આંદોલનમાં 1 મહિલાનું મોત થયું છે. જેને જોતાં આ આંદોલન ઉગ્ર બની શકે તેવી સ્થિતિને જોતાં મુખ્યમંત્રીના ઘરની બહાર 50થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો

  કોળી સમાજના ખેડૂતો તરફથી વિરોધ કરવામાં આવ તે પહેલા જ 25 લોકોની અટકાયત કરી હતી.મુખ્યમંત્રીના ઘરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત 50થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તેમજ SRPની પણ મદદ લેવામાં આવી હતી 

આ ઉપરાંત કોળી સમાજ સોશિયલ મીડિયા પર કરવામાં આવતી અભદ્ર ટીપ્પણી અને સમાજને થતા અન્યાયને લઈ કોળી સમાજે મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી.

(8:31 pm IST)