Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

તોપખાનાનો બંટી વાણીયા દારૂની બે બોટલ સાથેનું વાહન મુકી ભાગી ગયો

રાજકોટઃ પ્ર.નગર પોલીસ મથકના હેડકોન્સ. એ.ડી. મકવાણા, કોન્સ. જયદિપભાઇ ધોળકીયા સહિતનો સ્ટાફ રાત્રે તોપખાના હરિજનવાસ-૩ના ખુણા પાસે પેટ્રોલીંગમાં હતો ત્યારે જીજે૩જેકે-૪૪૦ નંબરનું એકસેસ લઇને આ વિસ્તારનો બંટી રાજુભાઇ વાણીયા નીકળતાં તેને અટકાવવા પ્રયાસ કરતાં તે પોતાનું વાહન રેઢુ મુકી ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતાં તેમાંથી બે બોટલ દારૂ મળતાં કબ્જે કરી ગુનો નોંધી ૩૦ હજારનું વાહન પણ કબ્જે કર્યુ હતું. બંટીની શોધખોળ થઇ રહી છે.

(11:32 am IST)