Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

બેડી યાર્ડ પાસેથી ટકો, ચિરાગ અને રવિ ટુવ્હીલરમાં દેશી દારૂ સાથે પકડાયા

રાજકોટઃ કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ફતેહસિંહ સોલંકી તથા કોન્સ. હરેશભાઇ ભુરાભાઇ સહિતનો સ્ટાફ સાંજે પેટ્રોલીંગમાં હતો ત્યારે બેડી યાર્ડ નજીક રોડ પરથી એકસેસ નં. જીજે૩એઇ-૨૦૯૪માં રૂ. ૨૪૦નો ૧૨ લિટર દારૂ રાખીને નીકળેલો સાગર ઉર્ફ ટકો રમેશભાઇ (ઉ.૨૩-રહે. સાગરનગર) તથા ડ્યુરો વાહન નં. જીજે૩બીજે-૮૯૫૬માં રૂ. ૩૦૦નો ૧૫ લિટર દારૂ રાખી નીકળેલો ચિરાગ બીજલભાઇ કોળી (ઉ.૨૩-રહે. બેડી ગામ) તથા રવિ દિનેશભાઇ બાહુકીયા (ઉ.૨૦-રહે. શિવનગર-૬)ને ઝડપી લીધા હતાં.

(11:32 am IST)