Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના ઉપક્રમે બ્રહ્મ પરિવાર માટે વિનામુલ્યે કોરોના કેર અને આઇસોલેસન સેન્ટર શરૂઃ બ્રહ્મસમાજના ડોકટરોની ટીમ

પરશુરામ ધામ, મોરબી ખાતે કોવિડ કેર તથા આઇસોલેસન સેન્ટર જયદીપ કોર્પોરેશનના માલિક દિલુભા જાડેજાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું. આ પ્રસંગે  મોરબીના ખ્યાતનામ બ્રાહ્મણ ડો.ભાવનાબેન જાની, ડો.પ્રદીપભાઇ ભટ્ટ, ડો.આશિષભાઇ ત્રિવેદી, ડો.ચિન્મયભાઇ ત્રિવેદી, ડો.બિપીનભાઇ લેહેરૂ, ડો.તૃપ્તિબેન દવે,  ડો.મેઘાબેન દવે સહિતના ડોકટર હાજર રહયા હતા. આ કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરમાં બ્રાહ્મણ પરિવારના કોરોનાગ્રસ્ત દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે તેમ ભાવેશ આચાર્યની યાદી જણાવે છે.

(4:32 pm IST)
  • તેલંગણાના મુખ્યમંત્રીને કોરોના વળગ્યો : તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને કોરોના પોઝિટિવ આવતા હાલમાં આઇસોલેશનમાં ડૉક્ટરોની નજર હેઠળ, પોતાના ફાર્મહાઉસમાં સારવાર લઈ રહ્યા છે. access_time 9:57 pm IST

  • છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 1,45,000 થી વધુ લોકોએ કોરોનાનો મહાત કર્યો : જ્યારે 2,71,000 થી વધુ નવા કેસ અને 1780 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા છે : રાત્રે 10.15 વાગ્યાની સ્થિતિએ હજુ 6 રાજ્યોના છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 764 અને ગ્રામ્યના 86 કેસ સાથે કુલ રેકર્ડબ્રેક 850 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકોમાં ફેલાયો ફફડાટ access_time 7:44 pm IST