Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રાત્રી કર્ફયુના ૧૧૬, સોશિયલ ડીસ્ટન્સના ર૦, માસ્કના ર૦ મળી જાહેરનામા ભંગના ૧૭૮ કેસ

રાજકોટ : શહેરમાં કોરોના મહામારી અંતર્ગત પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં કર્ફયુ તથા અન્ય નિયમોનું કડક પાલન કરાવી રહી છે જયારે પોલીસે ચેકીંગ દરમ્યાન રાત્રી કર્ફયુ સમયે જરૂરી કામ સિવાય બહાર નીકળી કર્ફયુ ભંગ કરનારા ૧૧૬, દુકાનો બહાર સોશિયલ ડીસ્ટન્સનુ પાલન ન કરનારા ર૦ વેપારી તથા માસ્ક પહેર્યા વગર નીકળનારા ર૦ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આમ પોલીસે કુલ ૧૭૮ કેસ દાખલ કર્યા છે.

(4:15 pm IST)
  • તેલંગણાના મુખ્યમંત્રીને કોરોના વળગ્યો : તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને કોરોના પોઝિટિવ આવતા હાલમાં આઇસોલેશનમાં ડૉક્ટરોની નજર હેઠળ, પોતાના ફાર્મહાઉસમાં સારવાર લઈ રહ્યા છે. access_time 9:57 pm IST

  • દેશના ૧૦ રાજ્યોમાં ૧૦ હજારથી માંડીને ૫૮ હજાર નવા કોરોના કેસ નોંધાયા: મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૫૮ હજાર કેસ: યુપીમાં ૨૮,૦૦૦: દિલ્હીમાં ૨૩ હજાર: કર્ણાટકમાં ૧૫૦૦૦ તેમાંથી એકલા બેંગ્લોરમાં ૯,૬૦૦ કેસ: એમપીમાં બાર હજાર: રાજસ્થાન ૧૧૦૦૦: ગુજરાત ૧૧ હજાર અને તામિલનાડુ દસ હજાર નવા કેસો: મહારાષ્ટ્રના પુણેમાં ૯૫૦૦: મુંબઈમાં ૭૩૦૦: નાગપુર ૬૭૦૦ નવા કોરોના કેસ: જ્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતના અમદાવાદમાં ૪૨૦૭, સુરતમાં ૧૮૭૯, રાજકોટમાં ૬૬૩, ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં ૧૦૦ મોટરની લાઈનો લાગી છે અને વડોદરા ૪૨૬ નવા કોરોના કેસ નોંધાયા access_time 12:06 pm IST

  • ૧લી જુલાઈથી લાખો કેન્દ્રીય કર્મચારીઓનો પગારમાં મોટો વધારો થશે : ૭મા પગારપંચ હેઠળ ૧લી જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધીને આવશે : ૨૮ મોંઘવારી ભથ્થુ મળશે તેવુ જાણવા મળશે : જુલાઈ મહિનામાં કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થુ હાલના ૧૭ થી વધીને ૨૮ મળશે તેવું જાણવા મળે છે access_time 3:24 pm IST