Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જંકશન અને સિવિલ હોસ્પિટલમાંથી બેભાન મળેલા બે વ્યકિતના મોત

આ મૃતકોના સગા સંબંધી હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૦: શહેરના જંકશન પ્લોટ-૨ના ખુણા પરથી અજાણ્યા આશરે ૫૫ વર્ષના પ્રોૈઢ અને સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગ સામે પાર્કિંગમાંથી પણ અજાણ્યા આશરે ૬૮ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેને તબિબે મૃત જાહેર કરતાં પ્ર.નગરના હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. બંને મૃતકને સફેદ દાઢી-મુછ વધી ગયેલા છે. તેમની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. રખડતું જીવન જીવતા હોવાની શકયતા છે. તસ્વીરમાં દેખાતા મૃતકોના કોઇ સગા પરિચીત સંબંધી હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:50 pm IST)