Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

દિકરો અને દિકરી ઝઘડતાં હોવાથી ધ્રોકડવાના વિજુબેને ઝેર પી જીવ દીધો

કોળી મહિલાએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

ચોટીલાના ધ્રોકડવા ગામે રહેતી કોળી મહિલાએ દિકરા-દિકરીના તોફાન-ઝઘડાથી કંટાળીને ઝેરી દવા પી લેતાં મોત નિપજ્યું છે.

ધ્રોકડવા રહેતાં વિજુબેન મનસુખભાઇ ઝાપડીયા (ઉ.૩૫) નામના કોળી મહિલાએ સાંજે ઘરે ઝેર પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંુત અહિ રાત્રીના મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમારે ચોટીલા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર વિજુબેનને સંતાનમાં તેર વર્ષની દિકરી અને ચોૈદ વર્ષનો પુત્ર છે. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ દિકરો-દિકરી ઝઘડો કરતાં હોઇ તેનાથી કંટાળીને વિજુબેન ઝેર પી ગયા હતાં. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:04 pm IST)