Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સવારથી જ ધોમધખતો તાપ

સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચો

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતો તાપ યથાવત છે. સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઈ જાય છે.

ધોમધખતા તાપના કારણે જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા આકરા તાપનો અનુભવ થાય છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે.

જૂનાગઢ

જૂનાગઢઃ જૂનાગઢમાં ફરી અગ્નિવર્ષા શરૂ થતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે.

આજે સવારે ૨૫.૨ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ ગઈ છે.

સવારે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ માત્ર ૪૧ ટકા જ રહેતા ગરમી વધી છે. પવનની પ્રતિકલાકની ઝડપ ૬ કિ.મી.ની રહી છે. આમ આજે બપોરે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહેવાની શકયતા છે.

જામનગર

 જામનગરઃ શહેરનું આજનું હવામાન ૩૭ મહત્તમ, ૨૩ લઘુતમ, ૫૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૯.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(4:03 pm IST)