Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

મિત્રના બર્થડેની ઉજવણીમાં મજાક વખતે મહિપત દિવાલ પરથી પટકાયો

રેસકોર્ષમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે બનાવ

રાજકોટ તા. ૨૦: વિજય પ્લોટ-૨૯માં રહેતો મહિપત નરેન્દ્રભાઇ ઝરીયા (ઉ.૧૭) રાત્રીના સાડા અગિયારેક વાગ્યે રેસકોર્ષમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે દિવાલ પરથી પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં પ્ર.નગરના પીએસઆઇ બોરીસાગર અને મહેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મહિપત અગિયારમું ધોરણ ભણે છે. ગઇકાલે તેના મિત્રનો બર્થડે હોઇ તેની ઉજવણી કરવા બધા રેસકોર્ષ ભેગા થયા હતાં. જ્યાં એક બીજાને કેક ઉડાડવા દોડાદોડી કરતાં હોઇ તે વખતે મહિપત પડી જતાં ઇજા થઇ હતી.

ગાંધીગ્રામનો આકાશ ફિનાઇલ પી ગયો

ગાંધીગ્રામ શેરી નં. ૬માં રહેતો આકાશ અશોકભાઇ ડોડીયા (ઉ.૨૫) ફિનાઇલ પી  જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ રાત્રે જ રજા લઇ લીધી હતી. ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરી હતી.

(4:03 pm IST)