Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

વીવીપીમાં મતદાર જાગૃતી અભિયાન

 ઇજનેરી કોલેજ વીવીપી દ્વારા મતદાર જાગૃતિ અર્થે ત્રિકોણબાગ ખાતે કેમ્પેઇન હાથ ધરાયુ હતુ. એન.એસ.એસ. ટીમ, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, પ્રાધ્યાપક ગણે ઉપસ્થિત રહી નાગરીકોને મતદાન કરવાના સંકલ્પરૂપે સહી ઝુંબેશ હાથ ધરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહ કિશોરભાઇ મુંગલપરા, સૌ.યુનિ. પ્રો. વાઇસ ચાન્સેલર ડો. વિજયભાઇ દેસાણી, જાણીતા શિક્ષણશાસ્ત્રી ડો. મેહુલભાઇ રૂપાણી, ઇન્ડીયન મેડીકલ એસો.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલભાઇ પંડયા, ડો. અમિતભાઇ હપાણી, જાણીતા એડવોકેટ પંકજભાઇ દેસાઇ, રૂપરાજસિંહ પરમાર, વીવીપી ના ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, આચાર્યશ્રી ડો. જયેશ દેશકરની સહી ઝુંબેશ તથા શપથ સાથે આ અભિયાન શરૂ કરાયુ હતુ. કલેકટર ઓફીસ ચુંટણી શાખાના પ્રિતિબેન વ્યાસ તથા સ્ટાફ મિત્રોનો સહકાર મળ્યો હતો. સમગ્ર મતદાર જાગૃતિ અભિયાન માટે વીવીપીના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, નિયામક કિશોરભાઇ ત્રિવેદી, આચાર્યશ્રી ડો. જયેશ દેશકર તથા ડો. દેવાંગભાઇ પારેખે માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.

(4:01 pm IST)