Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

કોંગ્રેસ તોડફોડની રાજનીતિમાં નથી માનતું, માત્ર વાતો જ નહિ વિકાસ કરવામાં માને છે

જાતિવાદ, કોમવાદથી લોકોને ભરમાવવું એ ભાજપના કાર્યો : લલીત કગથરા

રાજકોટ, તા. ૨૦ : લોકસભા રાજકોટ મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ એક યાદીમાં જણાવ્યું કે કોંગ્રેસ વિકાસની વાતો કરીને લોકોને છેતરવામાં નથી માનતી. પણ વિકાસ કરવામાં માને છે. ૨૦૧૪ સુધી પણ કોંગ્રેસે એ જ પ્રયાસ કર્યા અને હવે ફરી એ યાત્રા આગળ વધવાની છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં અને નેતાઓની વાતોમાં કયારેય નકારાત્મક વાત કે તોડફોડની રાજનિતીની વાત નથી. અમે હંમેશા લોકોની સુખાકારી માટે કામ કરતા આવ્યા છીએ. ભાજપને સ્કુલની ફી દ્યટાડવાની વાત કરી પણ ઘટાડી નહીં. રોજગારી આપવાની વાત કરી પણ આપી નહીં. પાણી આપવાની વાત કરી પણ આપ્યું નહીં. કોંગ્રેસે અગાઉ પણ આ બધું આપ્યું હતું અને આ વખતે પણ એ જ વાત કરી છે.

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનવાનું નક્કી છે અને એટલે અમે ન્યૂનતમ આય યોજના લઇને આવ્યા છીએ. ગરીબી દૂર કરવા માટે રાહુલ ગાંધીજીનું આ શ્રેષ્ઠ પગલું છે. જેને દેશની જનતાએ પણ આવકાર્યું છે. ખેડુતો અને ખેતમજૂરો માટે દેવાંમાંથી મુકિતનો નિર્ણય અમે લેશું. જેમ રાજસ્થાન,મધ્યપ્રદેશમાં થયું એમ અમારી કેન્દ્રીય નેતાગીરી આખા દેશમાં એવું કરશે. ખેતીના વિકાસ માટે કાયમી રાષ્ટ્રીય પંચની પણ સ્થાપના કરશું એવું વચન ચૂંટણી ઢંઢેરામાં અમે આપ્યું છે. રાઇટ ટુ હેલ્થકેર એકટ અમે અમલમાં લાવવાના છીએ. એટલે કે દરેક ભારતીય નાગરિકને સસ્તી અને ગુણવત્ત્।ા વાળી સારવાર અને દવા હોસ્પીટલોના એક મોટા નેટવર્ક દ્વારા મળી શકે એવી વ્યવસ્થા થવાની છે. ૨૦૨૦ના માર્ચ માસ પહેલાં કેન્દ્ર સરકારની જેટલી જગ્યા ખાલી પડી છે એના પર ભરતી કરવાનું વચન પણ કોંગ્રેસે આપ્યું છે.

દરેક ક્ષેત્રમાનં નક્કર કામ કરવાના છીએ. વાતો મોટી મોટી કરીને પછી દેશમાં જાતિવાદ, કોમવાદનું ઝેર દ્યોળી, લોકોને ભરમાવવાનું કામ ભાજપનું છે. અમે એમાં માનતા નથી તેમ યાદીના અંતમાં લલીતભાઈએ જણાવ્યુ હતું.

(3:59 pm IST)