Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

કોંગ્રેસને જીતાડવા એડી ચોટીનું જોર લાગવીશુ : ગાયત્રીબા વાઘેલા

વોર્ડ નં.૩માં કોંગ્રેસની ગ્રુપ મીટીંગ : પ્રચાર - પ્રસારનું કાર્ય જોરશોરમાં

રાજકોટ : રાજકોટ લોકસભામાં કોંગ્રેસના શિક્ષિત ઉમેદવાર શ્રી લલીતભાઈ કગથરાના ચુંટણી પ્રચાર અર્થે વોર્ડ નં ૩માં અલગ-અલગ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને ચુનાવી જુમલાઓ દેખાડી પ્રજાને ઉંધા ચશ્માં પહેરાવનાર ભાજપ સરકારને હરાવવા અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈને જીતાડવા વોર્ડ નં.૩માં અલગ-અલગ વિસ્તારોમાં જોરશોરથી ગ્રુપ મીટીંગો કરવામાં આવી રહી છે.  રૂખડીયા નકલંકપરા તથા રૂખડીયાના ખાડામા  ગ્રુપ મીટીંગો યોજવામાં આવેલ હતી. જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, વોર્ડ નં.૩ કોર્પોરેટર શ્રી દિલીપભાઈ આસવાણી, વોર્ડનં.૩ કોંગ્રેસ પ્રમુખ ગૌરવ પુજારા, કોંગ્રેસ અગ્રણી શ્રી અશોકસિંહ વાઘેલા, યતિનભાઈ વાઘેલા, કોંગ્રેસ  મીડિયાસેલનાં જીતુભાઈ ચંદનાણીએ ઉદ્દબોધન કરેલ. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:58 pm IST)