Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ભાજપનો રોડ શો

રાજકોટઃ  શહેરના વિવિધ વિસ્તારો તેમજ બજારોમાં મોહનભાઈ કુંડારિયા ના રોડ-શો દ્વારા જનસંપર્ક યોજવામાં આવ્યો હતો. લોકસંપર્કમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી તેમજ લોકો દ્વારા ઉત્સાહ અને લાગણી સભર મોહનભાઈ કુંડારીયા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ લોક સમર્થનમાં મોહનભાઈની જીતનો  પવન સમગ્ર રાજકોટમાં ફૂંકાયો હતો.  લોકોનું ઠેર-ઠેરથી સમર્થન મળ્યુ હતું. આ જનસંપર્ક માં રાજકોટ લોકસભાના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, અંજલીબેન રૂપાણી, દેવાંગભાઈ માકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ તેમજ કાશ્મીરાબેન નથવાણી વિ.ની ઉપસ્થિતિમાં આ રોડ-શોનો ત્રિકોણબાગ ખાતેથી પ્રારંભ થયો હતો  ગરેડિયા કુવા થી પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ અને લાખાજી રાજ રોડ, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં યોજાયો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:50 pm IST)
  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST