Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

લોકશાહીનું અમુલ્ય ઘરેણું એટલે મતદાન : અવશ્ય મતદાન કરો : રાજકોટ વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ

રાજકોટ :  લોકશાહી એટલે લોકોનું શાસન, લોકો વડે ચાલતું શાસન.  તા. ૨૩ મી ને મંગળવારે લોકશાહીના મહાપર્વને મત આપી શાનદાર રીતે ઉજવીએ. આપનો કિંમતી મત લોકશાહીના જતન માટે અમૂલ્ય છે. આપના મત માટે આપ તટસ્થ રહેશો. મતનું અવમૂલ્યન કરતાં નહીં, લોકશાહીની ગરીમા જળાવાઇ તે માટે અવશ્ય મતદાન કરશો. તાજેતરમાં રાજકોટ  વાટલિયા પ્રજાપતી સમાજની વાડી ખાતે વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટ ની મળેલી મીટીંગમાં શપથ લેવાયા કે, હું અવશ્ય મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઇજ્જત કરીશ.

(3:49 pm IST)