Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

બરોડા વકીલ મંડળના પ્રમુખ ઉપરના હુમલાને વખોડી કાઢતુ બાર એસો.

રાજકોટ તા.૨૦: રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ શ્રી બકુલ વી.રાજાણીની સુચના મુજબ કારોબારી કમીટી આ સરકયુલર ઠરાવથી ઠરાવે છે કેઃ તારીખઃ ૧૬-૪-૨૦૧૯ના રોજ બરોડા ખાતે નવા કોર્ટ બિલ્ડીંગની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છેલ્લા સવા વર્ષથી ચાલી રહેલ છે જેનુ નીરાકરણ લાવવા માટે ૩૦ થી વધુ વખત લેખીતમાં તેમજ મૌખીકમા રજુઆતો બરોડા બાર એશોસીએશન દ્વારા કરવામાં આવેલ છે તેમ છતા ટેબલ કમીટી તથા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી જે.સી.દોશી દ્વારા નકારાત્મક વલણ અપનાવતા બરોડા વકીલ મંડળ દ્વારા બરોડા બાર એશોસીએશનના પ્રમુખ શ્રી તથા અન્ય વકીલશ્રીઓ ધરણા પર બેસતા બરોડા વીલ મંડળના પ્રમુખશ્રી હસમુખભાઇ ભટ્ટ ઉપર હીચકારો હુમલો કરેલ છે અને તેમની ધરપકડ કરેલ હોય આ બનાવને રાજકોટ બાર એશોસીએશન સખ્ત શબ્દોમા વખોડી કાઢે છે તથા આ ઘટનાને ગેર કાયદેસર, ગેર બંધારણીય માને છે.

આ દુર્ભાગ્યપુર્ણ ઘટનામા રાજકોટ બાર એશોસીએશન હર હમેશ વકીલોની સાથે અને બરોડા બાર એશોસીએશનની સાથે રહેશે તેવુ સર્વાનુમતે ઠરાવવામાં આવે છે. આ ઠરાવની નકલ બરોડા બાર એશોશીએશનના પ્રમુખશ્રીને મોકલવાનુ ઠરાવવામાં આવે છે.

આ ઠરાવને રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા સેક્રેટરી ડો.જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાંતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોંગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડ્યા, રાજેશભાઇ ચાવડાએ સમર્થન આપેલ છે.

(3:48 pm IST)