Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ચકચારી જયપાલસિંહ હત્યા કેસમાં ફરીયાદ રદ કરવાની પીટીશન નામંજુર

રાજકોટ તા.૨૦: ચકચારી જયપાલસિંંહ ઝાલા હત્યા પ્રકરણમાં રાજભા સતુભાએ હાઇકોર્ટમાં ફરીયાદ રદ કરવા કરેલ પીટીશનને હાઇકોર્ટે રદ કરી હતી.

ચકચારી જયપાલસિંહના હત્યા પ્રકરણમાં રાજભા જાડેજાએ હાઇકોર્ટમાં ફરીયાદ રદ કરવાની પીટીશન દાખલ કરી હતી જેમાંના હાઇકોર્ટની સુનવાણી લાંબો સમયથી ચાલતી હતી કેમ કે ભગીરથ જાડેજા પડવલા તથા અન્ય આરોપી મળતા ના હોવાનું મા.પો. સ્ટે. ખુદ કિશોરસિંહને લેખીતમાં આપેલ આ કામે ફરિયાદી વતી હાઇકોર્ટમાં મેહુલ એમ મહેતાએ કાયદાકીય અને ન્યાયીક જેમ કે આરોપીઓ મળતા નથી રાજકોટ સેશન્સ કોર્ટમાં કેસ રનીંગ છે અને પંચો તપાસેલ છે. જેથી એડવોકેટ મેહુલ એમ. મહેતાની દલીલ સાંભળી હાઇકોર્ટે ફરીયાદ રદની પીટીશન ડીસપોસ એટલે કે કાઢી નાખી હતી.

હાઇકોર્ટમાં ફરીયાદી કિશોરસિંહ ઝાલાએ રાજકોટની પોલીસે તપાસ કરેલ નથી તેથી હાઇકોર્ટમાં સી.બી.આઇ. તપાસ ૨૦૧૫માં પીટીશન દાખલ કરેલ પરંતુ તેમાં પણ હાઇકોર્ટે કમીશ્નરે રૂબરૂ તપાસ કરવી એવો ઓર્ડર કરેલ પરંતુ ફરીથી રાજકોટ પોલીસથી નારાજ ફરીયાદીએ ફરીથી ના.હાઇકોર્ટમાં ૨૦૧૬ સી.બી.આઇ. તપાસ માંગી હતી.

ઉપરોકત ફરીયાદી કિશોરસિંહ ઝાલા વતી હાઇકોર્ટનાં ધારાશાસ્ત્રી શ્રી મેહુલભાઇ એમ. મહેતા તથા વનરાજસિંહ રાણા રોકાયેલ હતા

(3:48 pm IST)
  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST